________________
૨૨૬
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન કાયના ને આવી રીતે જીવવાને હક છે. કેવી રીતે? બીજાની આધીનતા વગર, પીડા પમાડ્યા વગર, દુઃખ દીધા વગર, તાડના ક્ય વગર જીવવાનો હક છે. આ દેરો ત્રિલેકનાથ તીર્થંકર દેવનો જ છે. ભૂતકાળનું અનાદિપણું હોવાથી, ભવિષ્યકાળનું અનંતપણું હેવાથી ભૂતકાળ ને ભવિષ્યકાળના તીર્થકરોની વાત જણાવીને વર્તમાનકાળ ઉડાડી દીધે તેનું શું? અહીં અતીતકાળનું અનાદિપણું હોવાથી ભવિષ્યનું અનંતપણું હોવાથી અનંતા જણાવ્યા તેમ વર્તમાનને પણ અનંતા શબદ લગાડવાનું નથી. અહીં વર્તમાનને એટલા માટે જુદો પાડ્યો કે વર્તમાન તીર્થકર કોની અપેક્ષાઓ જે વસ્તુને જે માણસ કહેતા હોય તેને માટે વર્તમાનકાળ, ભૂત ને ભવિષ્યનું અનંતપણું સર્વપણે સરખું પણ વર્તમાનની સંખ્યા સરખી નથી તે કેમ ? જેમ ભગવાન આદીશ્વર પ્રભુ વિચરતા હોય તથા ભગવાન અજિતનાથ પ્રભુ વિચરતા હોય તથા મહાવીર ભગવાન વિચરતા હોય તે તે અપેક્ષાએ જ વર્તમાનના તીર્થંકરે ગણવા અને તે વખતની અપેક્ષાએ જ વર્તમાનના તીર્થક ગણાય.
વર્તમાન કાળમાં ઉત્કૃષ્ટથી તીર્થકરોની સંખ્યા ૧૭૦ - વર્તમાન કાળ પ્રરૂપણ કરનારની, વ્યાખ્યા કરનારની પ્રરૂપણ પર આધાર રાખે છે તેથી તેને નિયમ નહીં. તેથી વર્તમાનકાળે વધારેમાં વધારે તીર્થકરે કેટલા અને ઓછામાં ઓછા કેટલા તે કહે છે. ઉત્કૃષ્ટથી જે તીર્થકરોની સંખ્યા લઈએ તે અહી હીપના બધા લેવા જોઈએ, અને તે બધા લઈએ ત્યારે કુલ ૭૦ સંખ્યા હોય, તેથી વધારે કદાપિ હોય જ નહિ. અહીં ઉત્કૃષ્ટ તીર્થો લેકમાં તથા ચૌદ રાજલોકમાં કહે પણ તેમ નહિ. જેમાં દિવસે જાગવું અને રાતે ઉંઘવું થાય છે તેવા કાળના સમયક્ષેત્રમાં જે તીર્થકરો થાય છે તે ૬૩૦ થાય છે, પાંચ મહાવિદેહ ને ભરત એરવતના છે. મહાવિદેહ અખંડ છે. તેમાં વચ્ચે મેરુપર્વતે બે ભાગ કર્યા અને આજુબાજુ સીતા અને સીતા એ બે નદીએ પણ બે ભાગ કર્યા.