________________
૨૨૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પીટનાર થયા છે. થઈ ગએલા તીર્થકરે કેટલા ? ચક્રવર્તીની અપેક્ષાએ બમણું, પણ કાળનું અનંતપણું લેવાથી અનંતા તીર્થ કરે થઈ ગયા છે.
અપાર, અનાદિ, અનંત એ બધું શું? જેમાં આપણું પૂરી શક્તિ હેય નહિ, જેને આપણે પાર પામી શકીએ નહિ તેને અંગે આપણે અપાર શબ્દ વાપરીએ છીએ. આપણે જેને પાર ન પામીએ તેને અપાર કહીએ. જગતમાં અપાર શબ્દ કહેવાવાળાની જ ન્યૂનતા જણાવાય છે, તથા કહેનારમાં પૂરું જ્ઞાન નથી તેથી તે અપાર કહે છે. તમે પણ અપાર શબ્દ વાપરીને તમારી ન્યૂનતા જણાવી. તમે આદિ ન જાણવાથી અનાદિ કહે છે તે તમારા જ્ઞાનમાં ન્યૂનતા છે. કાંઈ આદિ જાણો છો ખરા? જે અનાદિ તમે કહે છે તેમાં તે તમે સર્વને ઠગે છે. તેમ ભવિષ્યમાં તીર્થંકરે અનંતા છે તેમ ભવિષ્ય પણ અનંતે છે. તમારા જ્ઞાને તમે છેડે જાણે છે ખરે? જે છેડે જાણે નથી તે અનંતા કહી શકો જ નહિ. જેને છેડે નથી તે અનંત કહેવાય છે. અહીં અનાદિ ને અનંત આ બે શબ્દો જગે જગે પર વાપરે છે તે તે તમારા જ્ઞાનનો ઢઢેરે છે.
ઘડિયાળના વલયાકારમાં આદિ ને અંત કયાં? "
અનાદિ ને અનંત શબ્દો અને અનાદિ અનંત શબ્દ વાપર્યા છે તે તે જેનેએ જ. જેને કબૂલ કરે છે કે “અમારું જ્ઞાન પહોંચ્યું નથી અને અમારું જ્ઞાન પહોંચ્યું હોય તે અમે છેડાને શોધી કાઢત પણ તેમ નથી.” આવું કેટલાકો જૈનોની વિરુદ્ધમાં ભરમાવે છે. હવે આ ભરમાવેલુ કયાં સુધી રહે ? જ્યાં સુધી તે જગે જાણનારો ન હોય ત્યાં સુધી તે રહે. ઘડિયાળને વલયાકારને સંપૂર્ણ જાણે છે અને દેખ્યો છે, તેમાં એની આદિ અને અંત ક્યાં છે તે ઈ કહે છે ? જે ચીજ આપણું જોવામાં ને જાણવામાં આવી હોય તેની આદિ ને અંત કહેવા જ જોઈએ એમ