________________
૨૧૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વળી તે સર્વ સરખા મતવાલા કે તેમાં મતભેદ ખરો? તે વિગેરે ટીકાકાર મહારાજ અગ્રે જણાવશે.
વ્યાખ્યાન: ૪૪ ભગવાન વીર મહારાજની પ્રરૂપણા જ કહું છું
સ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકસૂરિજી મહારાજ “ આચારાંગસૂત્રની ટીકા કરતાં થકા ચોથા અધ્યયનનું પહેલું સત્ર સમજાવતાં આગળ જણાવી ગયા કે ભગવાન ગૌતમ સ્વામીજી અને સુધર્મ સ્વામીજી જેવું કહે છે તેજ હું કહું છું. ભગવાન સુધર્મસ્વામીજી જબૂસ્વામીને કહે છે કે “તે કહું છું.”
સે વેનિ' એટલે શું ? ભગવાન વીર મહારાજની પ્રરૂપણું જ હું કહું છું. ભગવાન વીર મહારાજની પ્રરૂપણને જાણનારો કોઈ બીજે જ હતો અને હું કોઈ બીજો જ છું એમ નહિ.
ગશાળાને પરિમતવાદ(ઈને પડદા ગશાળાની અપેક્ષાએ ગે શાળાને મુખ્ય મત પરિમતવાદવાળો હતે. જેમ બીજા મતવાળાઓને ઈશ્વરને બચાવ કરવા માટે લીલે પડદો કરે પડે છે, તેમ ગોશાળા પિતાની જાતના-કુળના બચાવ માટે-ભિક્ષાચરણાના બચાવ માટે પરિમતવાદને પડદે આડે કરતે હતે. આવી રીતે પરિમતવાદ એ લોકોએ આગળ કરેલો હતો. આપણે પરિમતવાદમાં છીએ જ નહી.
હું” અહંકારદર્શક નથી હવે ભગવાન સુધર્મસ્વામીજી તેમજ ગૌતમસ્વામીજી જે હું કહું છું” વગેરેમાં હું શબ્દ વાપરે છે તે પોતના અહંકારને માટે નહી પણ ક્ષણિકવાદના નાશ માટે કહે છે.