________________
ચુમ્માલીસમું ] અધ્યયન ૪: સમ્યક્ત્વ ૨૨૧ તીર્થકરપણું એ એક જ પદ દાયિકભાવનું છે. કર્મને વશ કરવામાં, દાબવામાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ–પણું તે દયિક નથી.
પ્રમ: દયિક ભાવનું તીર્થકરપણું તેને તમે પહેલું મૂકે તેને અર્થ શું ?
ઉત્તર : જગતના સ્વભાવે તેઓને તીર્થકરપણું આવેલું છે. ક્ષાયિકપણું તે પિતાના ઉધમની વાત, ક્ષાયોપથમિકપણું એ પિતાના ઉધમની વાત તે પ્રમાણેનું તીર્થકરપણું નથી પણ તીર્થકરપણું તો. જગતના સ્વભાવે જ આવે છે. જગતના સ્વભાવે તીર્થંકર કૂખમાં આવતાની સાથે જ માતાને ચૌદ સ્વપ્ન આવે. તીર્થકર મહારાજા કાળ કરે ત્યારે આખા જગતમાં અંધારું, અને જન્મ થાય ત્યારે નારકીમાં સહે જ ટાઈમ સુધી અજવાળું થાય, એવા જગતના , સ્વભાવવાળું તીર્થકર પદ . ૧૫૮ કર્મપ્રકૃતિમાં ત્રણ જ બંધ, સત્તા અને ઉદયે શુભ
૧૫૮ કર્મપ્રકૃતિમાં ત્રણ જ પ્રકૃતિ એવી છે કે જે બંધ શુભ, સત્તાએ શુભ અને ઉદયે પણ શુભ છે. બાકીની ૧૫૫ પ્રકૃતિ બંધે અશુભ, સત્તાએ અશુભ અને ઉદયે અશુભ છે. પરંતુ આ ત્રણ બંધ, સત્તા અને ઉદયે શુભ કહી તેમ આહારક શરીર અને આહારક અંગેપાંગ તે બંધ, સત્તા અને ઉદયે શુભ. તે સંયમના જોરે બાંધી શકે, ટકાવી શકે ને ફેરવી શકે છે, તે બે પ્રકૃતિ સંયમ મૂળભૂત તથા તે સંયમ હેતુથી હોવાથી બંધ ને સત્તાએ શુભ. વળી ત્રીજી પ્રકૃત્તિ તીર્થંકર- * નામકર્મ તે પણ બંધે, સત્તાઓ અને ઉદયે પણ શુભ જ છે. આ તીર્થકરનામકર્મ શુભ જ છે. તે બંધ, સત્તાઓ અને ઉદયે શુભ છે. અશુભ તો છે જ નહિ.
અનંતા તીર્થકરોની વાતથી ઈતને મંઝવણ
ચતુર્વિધ સંઘની સ્થાપના, દ્વાદશાંગીની રચના કરનારા જે જે થઈ ગયા તે કેટલા ? તે કહે છે કે અનંતા તીર્થકર થઈ ગયા.