________________
૨૧૨
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ભરોસાદારના લક્ષણમાં શાસ્ત્રકારે એ જ જણાવ્યું કે-જે વસ્તુ પિતાને જણાવવાની કે બોલવાની છે તેને અથથી ઇતિ સુધી જાણે, પછી યથાવસ્થિત જાણે એટલે કહેવા યોગ્ય વસ્તુને સત્યપણે પ્રથમ જાણે, પછી જાણ્યા પ્રમાણે જ કથન કરે તેનું નામ જ આપ્ત. આવા પુરુષોના વચને સર્વને કબૂલ કરવા લાયક થાય. '
ગૌતમસ્વામીજીનું અભિમાન નહિ પણ
તીર્થકર મહારાજની સ્તુતિ અહીં ગૌતમસ્વામીજી પિતાની આપ્તપણની સ્થિતિ જણવવા માટે શિષ્ય આગળ કહે છે કે તીર્થકરની સેવાથી જેમ માર્ગ પામ્યા અને જે રીતે માર્ગ સેવ્યું છે એટલે તેમની પાસેથી જેવી રીતે પામ્યા છીએ તેવી જ રીતે કહું છું. એટલે ગૌતમસ્વામીજી કહે છે કે “સાપઉં ત્રવાનિતે હું કહું છું. અહીં તત શબ્દ પ્રથમની વાતને આગળ કરે છે. તે” શબ્દ પ્રથમની વાતના પરામર્શ વિના કામ નથી લાગતું. અહીં તતશબ્દને પરામર્શ શી રીતે? જે હું તીર્થકર મહારાજના વચનથી સંપૂર્ણ તને જાણું શક્યો છું એ જે સંપૂર્ણ તને જાણનાર હું ગીતમાં કહું છું. અહીં કહેવાશે કે ગૌતમસ્વામીજી ઘોડે જ ચડ્યા ને ? એટલે અભિમાનમાં આવ્યા ને? તે કહે છે કે–ના, આમાં ઘોડે ચઢવાનું નથી પણ તીર્થકર મહારાજની પ્રશંસા છે. જે તીર્થકરના વચનને આધારે જ હું પામેલ છું અને તેના નિશ્ચયથી શંકાવગરનું, ન્યૂનતાવિનાનું, વળી સંપૂર્ણ એવું જે છે તે જ હું કહું છું. અહીં શ્રધેય વચનના હેતુ તરીકે આ બધું છે. અહીં સંપૂર્ણ સત્ય શંકા વિનાનું જાણનારા તમે છે. તે સંપૂર્ણ સત્ય નિઃશંકપણે જાણવામાં મારું પોતાનું સ્વાતંત્ર્ય નથી પણ ખુદ તીર્થંકર મહારાજને પ્રતાપ છે. આથી તીર્થંકર મહારાજની સ્તુતિ થઈ, નહિ કે પિતાનું અભિમાન. તીર્થકર મહારાજના વચનનો જ અનુવાદ કહે છે હવે “તે હું તમને કહું છું.” તે કોણ? જેણે તીર્થકર મહા