________________
બેતાલીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્રવ ૨૦૫ કોઈને હક નથી એવું જે માનવું તેનું નામ સમિતિ. આવું જ્ઞાન તે જ સમ્યજ્ઞાન અને તેવી પ્રવૃત્તિ તે સમ્યફ ચારિત્ર. બ્રહ્માની મહેરબાનીથી બ્રાહ્મણોની માલિકીનું જગત!
હવે કોઈના ઘેરથી ચોરી કરીને ચીજ ઉપાડી લાવવી અને વળી તે ચીજ પેલા માણસની છે એમ જે નથી માનતે એ કામ કોનું? ભરાડી ચેરનું કામ. એટલે કોઈની ચીજ ઉઠાવી લાવે અને તેની માલિકીય માને નહિ. તેમ અહીં પણ પૃથ્વી આદિ છયે કાયોને મારે, હેરાન કરે છતાં તેને જીવ તરીકે જ ન માને, એટલે જેમ બ્રાહ્મણે કરે તેના જેવું થયું. બ્રાહ્મણ જે કોઈનું ઉપાડીને ખાઈ લે તે તે ચોરી નથી, કારણ તે પોતાનું હતું. કોઈના લૂગડાં લઈને બ્રાહ્મણ પહેરી લે તો તે પોતાનાં જ છે, એ ચોરી નથી. તેમજ કોઈનું ઉપાડી બીજાને આપે તેમાં પણ ચોરી નથી. અહીં સર્વમાં પિતાનું કેમ ? તે કહે છે કે બ્રહ્માની મહેરબાનીથી જ આ આખું જગત ઉત્પન્ન થયેલ છે. અને તેની મહેરબાનીથી આ સર્વ ભગવાય છે. અહીં બ્રાહ્મણ પણ માલિક બને છે.
- ભરાડી ચેર જેવું વર્તન હવે એવી જ રીતે છયે કાયના જીવોને અંગે તાડનાદિ કરીએ અને છેવટમાં કહીએ કે તે જીવ જ ક્યાં છે ? એટલે ભરાડી ચાર ચોરી કરીને ઊલટો ગળે પડે તેમ અહીં જીવોની વિરાધના કરીને તેને જીવ તરીકે જ ન માનવા એ ભરાડી ચોર જેવું છે.
સિધસેનદિવાકરજીએ કહેલા સમકિતના લક્ષણે
હવે સિદ્ધસેન દિવાકરજી સમક્તિના લક્ષણમાં જણાવે છે કે યે કાયના જીવોને જીવ તરીકે માને તેનું નામ જ સમક્તિ. આ માને ક્યારે ? ભગવાન જિનેશ્વર મહારાજના વચનની પ્રતીતિ કે શ્રદ્ધા થયા વિના પૃથ્વી, પાણી આદિને જીવ માનવાનું બને જ નહિ. પૃથ્વી આદિને જીવ ત્યારે જ માને કે જ્યારે જિનેશ્વરના વચન ઉપર પૂર્ણ