________________
Poc
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઉસ્થિતમાં પણ બે પ્રકાર છે. જે તમારી પાસે ન આવવાવાળા છે તે કંઈ ધર્મને માટે તૈયાર નથી એમ નહિ કહી શકાય, તેમ જેઓ પાસે આવેલા છે તે સર્વ કંઈ ધર્મ માટે તૈયાર છે એમ પણ નહિ કહી શકે. પ્રભુ વરની પરિષદમાં કાળિયે કસાઈ પણ આવતું હતું ને ? જેમ નેમિનાથની પણ પરિષદ્દમાં સાંબ ન આવ્યા તેમણે ઘરે રહીને જાણીને વંદન કર્યું એટલે તેઓ ધર્મ કરવા તૈયાર હતા અને પ્રદ્યુમ્ન આવીને રૂબરૂ વંદન કર્યું. પ્રભુ વીરની પાસે આવીને ધર્મને પ્રતિબોધ ત્યારે વિનયપૂર્વક અગિયાર ગણધરોએ પ્રદક્ષિણું કરીને પૂછ્યું કે “ પ્રભુ ! તત્ત્વ શું ? ” તે “ પનીર વા વિના વા ધુર વા” એમ પ્રભુએ કહ્યું. આવી રીતે ત્રણ પ્રદક્ષિણ કરી ત્રણ પ્રશ્નો પૂછ્યા તેના નિષધારૂપ ત્રણ ઉત્તર તે જ ત્રિપદી છે.
ત્રિપદીના આધારે પ્રવચન પુરુષ - જિનેશ્વર મહારાજને ત્રણ પ્રશ્નો કર્યો અને તેના જે નિષધરૂપ ઉત્તરો મળ્યા તે ત્રિપદીના આધારે ગણધર મહારાજાએ એક મનુષ્ય ખડો કરે છે. કે પુરુષ ? પ્રવચનરૂપ પુરુષ ખડો કરે છે. અહીં પુરુષ કેમ ? તે કહે છે કે આચારાંગાદિ સુબેને છેડે “અંગ” શબ્દ મૂક્યો છે તે પુરુષ માન્યા વિના અંગ કહેવાને હક શી રીતે? માટે કહેવું પડશે કે ભગવાન પાસેથી ગણધર મહારાજાઓ ત્રિપદી સાંભળીને પ્રવચનપુરુષ ઊભું કરે. તેમાં આચારાંગ-સૂયગડાંગતે બે પગે, ઠાણાંગ સમવાયાંગ તે ઢીંચણરૂપ છે.
ઉપસ્થિતના બે પ્રકાર અહીં પ્રભુ વીરની પરિષદ્દમાં અગિયાર ગણધરોની જોડે ૪૪૦૦ શિષ્યો હતા તે સર્વેએ પ્રદક્ષિણ દઈને નિષધા લીધી નથી, એટલે એ સર્વ અનુપસ્થિત છે, તે પણ તે સર્વને એક સરખે સંદેશે આ છે. ક? તે કહે છે કે–જગતના છાનું થતું જે લુંટારાપણું તે