________________
૨૬
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન શ્રદ્ધા હોય. છ યે જીવનિકાયને માનીએ તે પછી તેને “ તાડન, મારશુદિ કરવાને આપણે હકદાર નથી” અને એ જ માન્યતા સમકિત છે. | ઇતરે કરતાં જૈનદર્શનમાં વધુ શું છે?
રૂપ, રંગ કે આકાર વિનાનું આ સમ્યગ્દર્શન છે. છતાં તે પ્રભુ વીરે ઓળખાવ્યું. “ જગત છએ કાયના જીવોના હકોને લૂંટી લે છે” એવી માન્યતા થાય ત્યારે જ સમ્યગ્દર્શન. તેનાથી જ સાચા દેવ, ગુરુ કે ધર્મને માનીશું, છએ કાયના જીવોનું લૂટારાપણું ન માનીએ તે સમકિત જ નથી, અને તેથી જિનેશ્વરાદિને દેવાદિપણે મનાય જ નહિ. હિંસા, જઠ કે માયાને ત્યાગ આદિ સર્વ મતવાળાઓ બોલી રહ્યા છે. મન અને ઈદ્રિયને દમવાની વાત પણ દરેક મતવાળા કરે છે, છતાં જૈનશાસનમાં વધુ શું છે ? જેવું ઇતરોમાં છે તેવું જ જૈનદર્શનમાં છે ને? તે કહે છે કે–ના, છએ જીવ નિકાયને માનવી અને તેનું લૂંટારાપણું માનવું તે વાત જૈનર્શન સિવાય બીજામાં નહિ મળે. ઇતરે હિંસા કીડી મંકોડીની ગણે છે, પરંતુ પૃથ્વી આદિની હિંસા ગણતા નથી, તેથી છએ ધ્વનિકાયનું અસ્તિત્વ જેનર્શનમાં છે અને તેનું લૂંટારાપણું માનવું તેનું નામ જ સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શનની માન્યતા કેના માટે ? હવે આ સમ્યગ્દર્શનની માન્યતા કોના માટે ? તે જે ઊઠેલા હોય તેના જ માટે કે? ધર્મ કરનારા જીવો બે પ્રકારના છે. એક ધર્મ તરફ લાગણવાળા થયેલા તે ઉસ્થિત એટલે તૈયાર થયેલા, અને જેમને ધર્મ પ્રત્યે લાગણી નથી તે અનુત્થિત કહેવાય. તેવાઓને પણ આ સમ્યગ્દર્શનનું સ્વરૂપ જણાવ્યું. અહીં એમ પ્રશ્ન થાય કે-તમે નીતિને પણ ઓળખતા નથી. ખરેખર, જે મનુષ્યને વાયુને રોગ થયો છે તે લબાડ કરે તેમ અહીં આ બેલનારો પણ લબાડે જ કરે છે. મલબાડામાં પણ અંદરના જે સંસ્કાર હોય તે જ કામ કરે. તેના કુલાદિનું જે વર્ણન થયું હોય તે જ નીકળે. લબાડામાં પ્રથમ સંસ્કાર