________________
બેતાલીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યકૃત્વ
વ્યાખ્યાન : ૪૨
ઇતરે નવો ઈશ્વર થવાનું માનતા નથી શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્મસ્વામીજી મહારાજ
જંબુસ્વામીજીને આચારાંગસૂત્રની રચના જણાવતાં થકા આગળ જણાવી ગયા કે “ હે જંબૂ! ત્રિલોકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજે જે નિરૂપણ કર્યું, સાક્ષાત યુક્તિ, દલીલ કે દષ્ટાંતથી સાબિત કર્યું, અને જે વસ્તુ આચરીને ફળ સુધીની તેની આરાધના કરી તે જ વસ્તુ તેઓ દુનિયા આગળ કહે છે.', હવે પ્રભુ વીરે જગતને શું આપ્યું ? હીરા, મોતી કે રને આપ્યા નથી, સોનુંરૂપું કે હાટહવેલી આપ્યા નથી, પરંતુ ભગવાન મહાવીર મહારાજે એ જ આપ્યું છે કે આ આત્માને ઓળખતા શીખો. હવે જગતમાં આત્માને કેઈપણ ઓળખી શકતું હોય તે તે તીર્થંકર મહારાજ ઓળખી શકે. હવે જગતમાં જેમ ઇતર મતવાળાઓને ત્યાં ઈશ્વર થવાને અંગે રજિસ્ટરપણું છે તેમ અહીં શું રજિસ્ટર છે ? ઈતરના ગુરુઓને પૂછાય કે ઈશ્વર થવાને રસ્તે તમારા શાસ્ત્રોમાં બતાવો ને ? તે તેઓ એમજ કહેશે કે બીજે ઈશ્વર થઈ શકે નહી. ઈશ્વર છે તેજ છે. નવો ન થાય. તેથી તે ઈશ્વરપણું ઇતરમાં રજિસ્ટર છે, તેમ અહીં તીર્થકર પ્રભુએ પિતાના ઘરે આત્મા ઓળખાવવાની રીતિ રજિસ્ટર કરી છે કે શું ?
આત્માની ઓળખાણ તીથ કરે જ કરાવે ? આ પ્રશ્નકારના સમાધાનમાં કહેવાય છે કે તેમ નથી; એટલે એકલા તીર્થકરે જ આત્માને ઓળખાવી શકે તેમ નથી. એટલે રજિસ્ટર નથી. તો પછી એમ કેમ બોલે છે કે તીર્થકરે જ આત્માની ઓળખાણ કરાવે ? બંને રીતે કેમ બેલાય છે ? રજિસ્ટરની ના પણ કહેવાય અને વળી રજિસ્ટરની વાત પણ કરાય. આ બંને વસ્તુ કેમ