________________
૧૯૮
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન સમસ્ત જીવોને લાગુ પડતો કાયદે " હવે જ્ઞાતિને કાયદો પોતાની જ જ્ઞાતિમાં ચાલે. ઓસવાળની જ્ઞાતિમાં થયેલા ઠરાવને વર્તાવ પણ એ જ્ઞાતિએ જ કરવાનું નહિ કે શ્રીમાળીને. તેમ અહીં નિર્ગથ અને અચેલક એવા પ્રભુ વીરે કાયદામાં કહ્યું કે આ કાયદો આપણે પાળવાને છે તેથી જેઓ સચેલક હોય તેમને આ કાયદા સાથે સંબંધ નથી. તેથી કહે છે કે-જે સાધુઓ ઉપધિવાળા છે, જે ઉપધિ વિનાના છે, જે જીવો સાધન સામગ્રીવાળા છે કે સામગ્રી વિનાના છે તે સર્વને અંગે આ કાયદો છે. ત્યાં ઉસ્થિતઅનુસ્થિત, ઉપસ્થિત-અનુપસ્થિત એમ બંને પ્રકારના છને આ કાયદો લાગુ પડે છે. હવે ઉપધિવાળાને અને ઉપધિવિનાનાને એ કાયદો લાગુ પડે એ વાત ખરી, પણ અહીં વીતરાગ તેમાં જે વીતરાગમાં ઉપધિવાળા હોય અગર ઉપધિવિનાના હોય તેને આ કાયદો લાગુ થાય પણ વીતરાગ જ નથી તેને શું ? કહે છે કે-જેઓ ચૌદ પ્રકારના અત્યંતર સંજોગવાળા સંગવિનાના હેય તે સર્વને આ કાયદો લાગુ પડે છે. ઉપસ્થિત કે અનુપસ્થિત, કડવાળા કે દંડ વિનાના તે સર્વ જીવોને લાગુ પડે છે. - જગતમાં સત્યરૂપ-તત્તરૂ૫ રે આ વાત ખરી, પણ જયાં રાજ્યની રેત જ ન હોય એટલે જે કાયદો રાજ્ય કારભાર, કરચાકર કે પ્રજાજનને લાગુ પડે, પણ જે તેના ડિસ્ટ્રિકટ-જિલ્લામાં કે રાજ્યમાં ન હોય તેને શું લાગેવળગે ? પરરાજયમાં ગયેલાને તે કાયદાથી શું થાય ? અહીં આ કાયદો અતિ, કુલ કે સંયોગવિશેષને અંગે નથી પણ તે સર્વને અંગે છે. આ તે ગળે વળગાડવા જેવી વાત છે એમાં કોઈ કહે તે કહે છે કે ના, તેમ નથી. ખરેખર જગતમાં જે સત્ય-સાચેસાચું કંઈ હોય, તત્વરૂપ જે કંઈ પણ હોય તે આ ઢઢેરો છે અને તે તત્વરૂપ છે, અને તેના અંગે જે આધકારીઓ તે અકેક કેમ લીધા, વળી તે ઢંઢેરે સાચે અને તવરૂપ કેમ છે તે અત્રે જણાવાશે. *,