________________
એકતાળીસમું]
અધ્યયન ૪ઃ સમ્યકત્વ
વ્યાખ્યાન: ૪૧ પ્રભુ વીરને જગતના ઉદ્ધારને સંદેશ
»ાકાર મહારાજ શ્રીમાન સુધર્મ સ્વામીજી મહારાજ હાજબૂસ્વામીને આચારાંગસૂત્રની રચના જણાવતા થકાં આગળ જણાવી ગયા કે-પ્રભુ વીરને સંદેશે હું તને કહું છું. તે તેમણે સાક્ષાત શબ્દથી, હેતુ, યુક્તિ અને દષ્ટાંતપૂર્વક જણાવેલ છે. વળી પિતે આચરીને સંપૂર્ણ ફળ પામીને જ જણાવેલ છે. શું જણાવેલ છે ? તે કહે છે કે જેની ઉત્પત્તિ, મન અને ઈદ્રિનું આધીનપણું, તેમાં રાઈ અને ઈતરાજી ન થવાનું જણાવવા સાથે આત્માની ત્રણ અખૂટ વસ્તુઓ જણાવ્યા બાદ સમ્યગ્દર્શન વિનાના જ્ઞાન અને ચારિત્ર તે સમ્યફ ન ગણાય, માટે જ્ઞાન અને ચારિત્ર એ. એની અંદર સુંદરતા લાવનાર દર્શન નામની ચીજ છે. હવે તે સમ્યગ્દર્શન શી ચીજ છે? તો કહે છે કે-જે દુનિયાને હક એક સરખી રીતે માનવ તેનું નામ જ સમ્યગ્દર્શન, એટલે દેવ, ગુરુ અને ધર્મ તેને આધારે. સમ્યગ્દર્શન તે હકને આધારે. વળી આશ્રવ, સંવર, નિર્જરા કે મોક્ષ પણ તે હકને આધારે જ માનવાના છે. હવે છોને અમુક હક છે તે હકને આધારે તત્વત્રયી અને આશ્રવાદિની માન્યતા રહેલી છે.
અહિંસાને સર્વ જીવોને હક હવે એ હક કયો ? જગતના સર્વ છે તાડન, મારણ, તાબેદારી, આદિ પાંચ હકોથી રહિત છે. અર્થાત સર્વ જીવો પૈકી કોઈ કોઈને મારવાનો હકદાર નથી. બળાત્કાર કરવાને, તેમજ મારી નાંખવાનો કઈ જીવને કોઈ પણ જીવ અંગે હક નથી. આ હકો માનવા અંગે કે તે જાળવવા અંગે વિક્ષેપ કરવાને કોઇને પણ હક નથી. હવે આવી જે માન્યતા તે જ સમ્યફત.