________________
એકતાલીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ " ૧લ્ડ શરીરને વોસિરાવ્યું છે અને હવે પછી પણ શરીરની દરકાર કરનાર નથી તેથી નિત્ય શબ્દ પ્રયોગ કરાય છે.
- ધ્રુવ, નિત્ય અને શાશ્વત જીવનક
હવે તેવી જ રીતે સર્વ જીવોને તાડના–તર્જન પામ્યા વિના બળાત્કારમાં આવ્યા વિના, તાબેદાર બન્યા વિના કે જિંદગીના અંત સુધીનું મારવાનું બન્યા વિના જીવવારૂપે પાંચે પ્રકારને જે હક છે તે અમુક ઋતુના અંગે કે કાળને અંગે છે એમ નહીં, પણ આ હકરૂપ જે ધર્મ તે ધ્રુવ અને નિત્ય હોવા સાથે અમુક કાળને માટે વિવક્ષિત નથી પણ શાશ્વત છે, એટલે અમુક કાળે નથી કે નહોતે, અગર નહી રહે તેમ નથી, પણ આ પાંચે હક સર્વ-અતીતકાળમાં હતા, વત. માનમાં સર્વ ક્ષેત્રોમાં છે અને ભવિષ્ય કાળમાં સર્વ ક્ષેત્રોમાં રહેશે.
દેવ, ગુરુ, ધર્મ તથા આશ્રવ, સંવર, ' . આવા હકોને માને અને તેને ધર્મ કહે તે દેવ, અને તેને પ્રચાર કરે અને અમલમાં મૂકે તેનું નામ ગુરુ, અને તેને જ સાચો માનવે તેનું નામ ધર્મ છે. હવે અહીં આ હકોને માનવા, તે પ્રમાણે વર્તવું તેનું નામ સંવર. તેને ન માનવા તેનું નામ આશ્રવ. વળી તે હકોને ન માનીએ અને તેનાથી વિરુદ્ધપણે વર્તીએ તેનું નામ આAવ. આવી રીતે ત્રણે તત્વે, ત્રણ રત્નોને આધાર આ હકની કબૂલાત ઉપર છે.
આ સર્વે કહેનાર કે? હવે આ સર્વને કહેનાર છે? જેને જેટલી ખબર હોય તેટલી વાત કહે તે પ્રામાણિક મનાય, પણ બે ચોપડી ભણેલે બેરિસ્ટરપણાની વાત કરે તે ન મનાય. તેવી જ રીતે અહીં સર્વ અનાદિ કાળમાં આ જીવોને આ હક છે, ભાવિમાં પણ હક છે. આવું કહેવાની સત્તા ને ? જેઓ ભૂત અને ભવિષ્યકાળને સારી રીતે જાણી શકતા હોય
૧૩