________________
એકતાલીસમું] અધ્યયન ૪ઃ સમ્યફવા ૧૫ તેમને હક હોય કે નહી ? કોઈ આડા આવે કે ન આવે, મંજૂર કરે કે ન કરે તેમાં તેમને શું ? કાજી કયાં દૂબળા? તે સારે ગાંવકી પીડા. અહીં વિતરાગ માનવ અને સારા ગામની પીડા એ કેમ બને ? ઘરવાળાને ઘરની પડી હોય, કુળવાળાને કુળની પડી હોય તેમ અહીં વીતરાગને આખા જગતની પડી હોય છે. હવે જે કુટુંબનું કે જ્ઞાતિનું હિત કરવા તૈયાર થયેલો હોય તેને બીજાની દરકાર ન હેય તેને પિતાનો રાગ તેટલામાં જ છે. અહીં વીતરાગ પરમાત્માને સ્વપરને પક્ષ નથી તેથી આખા જગતના હિતની કામના વર્તે છે, તેમ આખા જગતની દયા આવવાથી તેમણે આ ધર્મ-નિરૂપણ કરેલ છે તેની તેમણે ઉપાધિ વહોરી નથી.
જગતના સર્વ જીવોની દયા આ જગતને જન્મ, જરા, મરણથી પીડાયેલું દેખીને પિતાને વ્યા આવી તેથી જિનેશ્વરે આવો ધર્મ નિરૂપણ કરેલ છે. વળી આ જગત માત્ર પીડાય છે એમ નહીં, પણ દુઃખીદુઃખી થઈ રહેલ છે. અહીં વળી જગતમાં સાર પણ નથી. તેવા જગતના ઉદ્ધાર, બચાવ કે રક્ષણને માટે જેઓ તૈયાર થયા છે તે જ વીતરાગ તીર્થંકર છે. હવે સરાગપણું હોત તે અમુક કુટુંબ, ઘર કે જાતિ માટે તૈિયાર થાત, પણ અહીં આખા જગતમાં થયેલ ખેદ, દુ;ખ કે પીડા અગર તેના હકને થતે લેપ-તે પીડા જાણીને પ્રભુ તીર્થકરે આ હકને પટ્ટો નિરૂપણ કરેલ છે.
પદ્રક બન વનાર નહિ પણ બતાવનાર જિનેશ્વર
હવે અહીં પદક અનાદિને કહે છે, વળી પ્રભુ વિરે લખેલ છે. આ બે વાત કેમ બને ? વાત ખરી. પ્રભુ વિરે તે નક્લ કરી છે. કોર્ટમાં પ્રથમના દસ્તાવેજની નકલ કારકૂન કરી દે તેથી દસ્તાવેજની તારીખ કંઈ નકલના દિનની નહિ જ ગણાય. તેમ અહીં હક અનાદિનો છે. પ્રભુ વીરે તે તે જાહેર કરીને માત્ર નકલ કરી દીધી