________________
ચાલીસમું] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૮૭ પીડા કરવાને હક કોઈને છે જ નહિ, આ એક જ નિશ્ચય જિનેશ્વર મહારાજા પ્રથમ જણાવે છે. સર્વે પ્રાણે, ભૂત, છો કે સત્ત્વો પૈકી કેઈપણ કોઈને હણવા, કોઈપર બળાત્કાર કરવા, કોઈને તાબેદાર કરવા, મારવા કે કિલામના કરવા હકદાર નથી. આ પાંચ વસ્તુ કોઈ કોઈને ન કરી શકે. આ જિનેશ્વરનું શાસન છે. '
. સ્વતંત્રવાદ અંગે બધા હકે યુરોપને ! '
આજકાલ સ્વતંત્રવાદને અંગે બોલાય છે કે બધા હક સર્વને મળવા જોઈએ પણ છેવટે કહે કે તે યુરોપને માટે. અહીં એક જ શબ્દથી આખી સભા ચક્તિ થાય. તેમ અહીં ચૌદ રાજલોકમાં જેટલા છેવો હેય, કોઈ પણ જાતિનો કે કોઈ પણ ગતિને જીવ હોય, પર્યોમાં કે અપર્યાપ્ત હોય તેને હણવાને, મારવાના કે તાબેદાર કરવાને એ વિગેરે પાંચે બાબતને હક જ નથી. હવે “નકામાપણે એટલો શબ્દ મૂકે, તે કામ ન હોય તે મારવા આદિપણને હક નથી એમ અર્થ થાય. અહીં દસ્તાવેજ આખે કરીને પાછળથી લુચ્ચાઈ. થી બીજા શબ્દો નંખાય તે ઠીક ન ગણાય. એ વર્તમાન અને ભાવિ જિંદગીની આઝાદી અને આબાદી - " હવે પ્રભુ વિરે જે ઢંઢેરો પીટયો છે તેમાં દૂષણ કરનારી એક પણ કલમ નથી, પણ સર્વ જગતને સમાન ગણીને આ ઢઢેરે કહેલ છે. આયંદે તમારી જિંદગી બગડે નહિ, ગતિ સુધરે, ઊંચામાં ઊંચી રહે તે માટે જ આ ઢંઢેરે જિનેશ્વર મહારાજે પીટયો છે. અહીં આખી ભવિષ્યની જિંદગી ન બગડે તે માટે તેને રજિસ્ટર કરે છે કે આ ઢંઢેરે માનનારે, અરે, તેને શિરસાવંઘ ગણનારો હેય તેની ભવિષ્યની જિંદગી ખરાબ નથી જ આવવાની. હવે ખરાબ જિંદગી ન આવે એટલું જ ને ? તે કહે છે કે ના. આ ઢઢેરાને માનીને તેને જાહેર કરી વિસ્તૃત કરવાવાળા ભવિષ્યની જિંદગી આઝાદી અને આબાદીવાળી મેળવનારા બનશે. વળી ભયની મુક્તિ, તેમ જ આઝાદી અને આબાદીને રસ્તે રજિસ્ટર કરનાર આ ઢઢરે છે. વળી એમાં