________________
૧૮૬
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
તું એમાં કૂદીશ નહિ. તેને અનુકૂળ વિષયે મળે તે હું રાજી થઈશ નહિ. પ્રતિકૂળ વિષયે મળે તે ઈતરાછ કરીશ નહિ, આવી રીતે મન અને ઈજિયને લગામને છેડે લઈ લે. આવી રીતે ભેદનીતિ કરવામાં તેમને નાશ નહિ કરતાં ફૂવા નાચવાના પ્રસંગમાં આપણે ભળવું નહિ, તજ આપણે ખરેખર જીત્યા છીએ. તેથી જણાવ્યું કે શીતોષ્ણ પ્રસંગોમાં તું એક સ્થિર રહે, રોજી કે ઇતરાજીપણામાં ન જા! ' આમાની આઝાદી અને આબાદીના રસ્તા,
હવે આત્મામાં આઝાદી અને આબાદી ન આવે તે પછી આ બધું કર્યાનું ફળ શું? મુસ્લિમ રાજ્યમાં હિંદુ નોકરીએ પિતાના હિંદુ દેશનું નખોદ વાળ્યું હતું. જે દેશ પિતાની આઝાદી કે આ બાદીનું ધ્યાન ન રાખે તે ચાહે તેવી નીતિ રાખે તે પણ તે શ્રાપરૂપ બને. તેમ અહીં મન અને ઈનેિ કબજામાં રાખી આત્માનું ધ્યાન રાખે તે આત્માની આઝાદી કે આબાદીમાં વધે ન આવે. હવે આઝાદી હોવા છતાં આબાદી ન હોય તે શું કામ લાગે ? તેટલા માટે આત્માને તમે આબાદીવાળો-સમૃદ્ધિવાળો બનાવો. હવે તે માટે ત્રણ રસ્તા છે. સાચે નિશ્ચય, સાચું જ્ઞાન અને સાચું ચારિત્ર. એટલે નિશ્ચય, સમજણ અને વર્તન આ ત્રણે વસ્તુ સાચી હેય. હવે શાસ્ત્રમાં તેના સાંકેતિક શબ્દો છે તે સમજે !
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર સમ્યક્શન, સમ્યજ્ઞાન અને સમ્યફક્યારિત્ર. હવે સાચે નિશ્ચય તેનું નામ જ સમ્યગ્દર્શન અને સાચી સમજણ તેજ સમ્યજ્ઞાન છે. વળી સાચું વર્તન તેનું નામ જ સમ્યફચારિત્ર છે. આ ત્રણ આત્માની આબાદીના રસ્તા છે. હવે સાચા નિશ્ચય વિના સાચી સમજણ આવે નહિ અને સાચા નિશ્ચય વિના સાચું વર્તન પણ આવે નહિ. તેથી પ્રથમ આત્માને અખંડ ખજાનાવાળો બનાવવા માટે સાચે . નિશ્ચય જોઈએ, હવે સાચે નિશ્ચય કર્યો? તે કહે છે કે દેશના અંગે કહ્યું કે દેશ આબાદ થવો જોઈએ, તેમ અહીં જગતના જીવોને