________________
૧૯૦
શ્રીઆચારાંગસૂત્ર
તી કર મહારાજા કેવલી શાથી ?
હવે તી કર મહારાજા કેવલી શાથી ? અઢાર દોષથી રહિત થયા માટે. જેવી રીતે તીથ કર કેવલી અઢારે દોષ રહિત હોય તેવી જ રીતે ખીજા કેવલીઓને પણ અઢારે દોષ હોતા નથી. અંતેમાંથી કોઇને પણ અઢાર દોષમાંના એક પણ દોષ હોતા નથી. વળી કાઇને વર્તમાનમાં એ દેષે ગયા અને બીજાને ભવિષ્યમાં જનારા હોય એહું નથી. બીજાં કેલિને ભૂતમાં દોષો હતા પણ વમાનમાં નથી અને ભવિષ્યમાં થનારા પણું નથી. તેવી જ રીતે તીથ કર મહારાજના આત્માને ભૂતમાં દોષ હતા પણ વત માનમાં કે ભાવિમાં તે દેષા છે નહિ અને થનાર પણ નથી.
[ વ્યાખ્યાન
તીર્થંકરો અને સામાન્ય કેવલી વચ્ચે ફેરો ?
*1
હવે અહીં સર્વ તીથ કરે કેવલજ્ઞાનવાળા અને અઢારે દોષ રહિત છે, છતાં તેમાં એક મુદ્દો છે કે આવો જે ઢંઢરે પીટવો તે તીર્થંકરામાં જ હોય છે પણ સામાન્ય કેવલીમાં તે હતેા નથી. જગતના સર્વ છ્યો તાડન-તનથી રહિત રહેવા માટે હકદાર છે. તાખેદારી વિના, પીડા વિના જીવવાના તેમને હક છે. અરે, નિર્ભયપણે જીવન જીવવા માટે તે હકદાર છે. હવે જગતના સ` જીવો કોઇના પણ આ હકની આડે આવે નહિ. વળી આવો ઢઢેરો પીટાવી દેવમનુષ્યમાં પહોંચાડનાર કાઇ હોય તે તે તીર્થકર મહારાજ છે, એટલુ જ નહિ પણ જગતને જિતેશ્વર દેવનો આ સંદેશા જણાવવા ગણુધર મહારાજ જ મૂસ્વામીને કહે છે કે-મનુષ્યમાત્ર પેાતાની ભવિષ્યજિંદગી ન અગડે તે માટે કટિબદ્ધ હોય પણ મરણુ પછીની પાતાની ભવિષ્યની જિંદગી કેવી થશે તેના માટે તેઓ વિચાર કરતા નથી. આ ચાલુ જિંદગીના ભવિષ્યને માટે વિચાર કરે તેના કરતાં આચરણ પછીની ભવિષ્યની જિંદગીના વિચાર કરે તેનું નામ જ ધર્મો, આ સિવાય ધર્મ નામની બીજી કોઇ પણ ચીજ નથી.
ir