________________
ચાલીસમું] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૮૩ કરવા માટે જે કોઈ ઉપાય હોય તે ભેદ જ છે.
ભેદનીતિ અખત્યાર કરવાથી ઈષ્ટફળપ્રાપ્તિ
આ વાત ખ્યાલમાં લેશો તે માલમ પડશે કે શાસ્ત્રકાર મહારાજે પણ કર્મના બે ભેદ પાડવા છે. એક પુણ્યકંવર અને બીજે પાપકુંવર, હવે તેમાં પર્યાપ્તા, ત્રસ, મનુષ્યપણું, વજઋષભનારા સંધયાદિ પુણ્ય પ્રકૃતિઓને પક્ષમાં લઈને પાપને પછાડવું, પછી પુણ્ય તે પછાડાય જ. હવે ઘાતી કર્મરૂપી પાપને ક્ષય કર્યા પછી પુણ્ય અઢળક હેય. અરે, ચૌદ રાજલોકમાં એકઠું થયેલું પુણ્ય એક જ આત્મામાં હોય તે પણ તે ખપાવવા માટે આઠ સમયે બસ છે. ધાતિ કર્મ સિવાયના કર્મ પુદગલોને ખપાવવા માટે આઠ સમય બસ છે. આ શક્તિ શાથી ? પાપને તેડી પાડેલ છે તેથી. હવે કેવળજ્ઞાનની તાકાતથી પુણ્યને પડખે લેવાથી અને પાપને નબળું પાડ્યાથી છેવટે પુણ્યને પણ ઠેકાણે પાડયું. આવી ભેદનીતિ અખત્યાર કરાય ત્યારે જ ઈષ્ટ ફળ પમાય છે. “ રાદકપાલણપરા ” એ પદ નવકારમંત્રમાં રાખવાનું કારણ જ એ છે કે સર્વ કર્મને ક્ષય કરનાર તે હતા, પણું આ ભેનીતિ કર્મરાજા સાથે રાખવાની હતી, તેથી પુણ્યને પડખે રાખવાથી જ પાપને ક્ષય કરી શકશે.
ઇંદ્રિય અને મનના અંગે ભેદનીતિથી છત
હવે અહીં ઈદ્રિય અને મનને અંગે પણ ભેદનીતિ કરે તે જ પહોંચી વળશે. સામાવળિયામાં સામાદિનીતિના ઉપયોગથી બચાશે નહિ, પણ તેની સામે એક ભેદનીતિ જ કામ લાગશે. હવે તેમાં કરવું શું ? ઈદ્રિયોને બાંધવી નહિ, તેને નાશ ન કરે, કાને બહેરા ન થવું, આંખ ફડવી નહિ. આવું કાર્ય કંઈ ભેદનીતિ ન કહેવાય. તેને પ્રત્તિ તે કરવા દેવી. જેમ ઘડા ઉપર બેસનારાએ લગામને કબજે રાખ. તેમાં અહીં તેનું પૂછડું પકડયું નથી, તેમ તેના પગ બાંધ્યા નથી, પણ જ્યાં ચલાવીએ ત્યાં એ ચાલે. તેમ અહીં મન અને ઇકિયેની -લગામને છેડે પકડીએ એટલે ચાહે તેટલી તે કૂદાકૂદ કરે તે પણું