________________
ચાલીસમું] . અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૮૩
પાડોશી તે ઘરધણુ અને ઘરધણું તે કર! " હવે તે ભૂલ કઈ ? એ પણ સમજાવવી પડે ને! વિદ્યાર્થીને પ્રશ્ન ન આવડે તે ડેપ્યુટી ચોકડી મૂકીને ચલાવે, પણ માસ્તરને ચેકડીથી ચલાવાય નહિ. ભૂલ કેમ ? હું કેમ ? સાચું કયું ? એ બધું સમજાવવું પડે. તેમ અહીં જગતના જીવોને તીર્થંકર મહારાજા એવું જાહેર કરે કે આ ભવસમુદ્રમાં ભટકવું તે ભૂલનું પરિણામ છે. તો પછી તે ભૂલ કઈ તે સમજાવવી પડે. હવે ભૂલ ક્યાં? પાડોશીને પાડોશી તરીકે સમજતા નથી. આ જીવ પાડોશીને ઘરધણું સમજે છે અને ઘરધણીને નોકરિયાત તરીકે માને છે. હવે તો પાડોશીને પાડેથી તરીકે માને, ઘરધણુ તરીકે ન માને તે ભૂલ ન થાય. હવે ઘરધણી નકર થાય તે ભૂલ ખરી, પણ તે કેમ તે સાબિત તે કરશે ને ? આમાં ઘરધણી કણિ અને નેકર કોણ? પિતાના હાથે સહી કરી આપેલ ગુલામીને દસ્તાવેજ . તે માટે બીજા અધ્યયનમાં જણાવ્યું કે–મન અને પાંચ ઈક્રિયે તે આત્માના પાડોશી છે. તે લેણદેણમાં, ખાવાપીવામાં, ઓઢવા પાથરવામાં સાથે જ રહેનારા. પાડોશી ને કુટુંબીને સંબંધ સુખદુઃખને કે આર્થિક સંબંધ હોતું નથી. તેમ આ મન અને ઇધિ આત્માની સાથે ઘણું વખતથી રહે છે, છતાં તે ઇદ્રિય અને મનરૂપી જડ પદાર્થમાં ચેતના ન આવી અને ચેતનરૂપી આત્મામાં જડતા પણ ન આવી. હવે અહીં આ બંનેને કંઈ લાગતું વળગતું નથી, છતાં આ આત્માની શા શી થઈ છે ? મન દેરાય ત્યાં આપણે દેરાઈએ, ઈદ્રિએને અનુકૂળ વર્તએ. હવે ગુલામીને દસ્તાવેજ આત્મા પોતાના હાથે ઈદ્રિ અને મનને સહી કરી દે, પછી ભૂલ કોની ગણાય ? આત્માની જ. હવે સહી કરી તે કરી, પણ હવે થાય શું? પથ્થર નીચે હાથ આવ્ય હેય તે કાઢી લેવો જોઈએ ને ? તેમ અહીં તું પણ પાડોશીના પંજામાં બરાબર સપડાય છે અને તેનું જ આ પરિણામ છે.