________________
- ૧૭૬
શ્રીઆચારાંગસૂત્ર | [ વ્યાખ્યાન તે સ્ટેશને ઉતરતાં પ્લેટફોર્મ સુધી પણ વળાવવા આવે, પણ અહિં તે આખી જિંદગી જે ધન મેળવવા માટે તનતોડ મહેનત કરી છતાં મરણ સમયે તે ધન એક ડગલું પણ વળાવવા ન આવે. હવે આવા ધનને આધાર તરીકે શી રીતે ગણવું ?
અંતિમ વાટે વહેતા આ જીવને સાથી કેણુ?
વળી સ્ત્રી પણ ઘરથી નીકળીને ચક્ષા સુધી રૂકાવટ કરે પણ પાછી ઘરે જ આવે. કુટુંબીઓ પેલાને લઈ જાય. અહીં સ્ત્રીની સાથે ચાહે તેવી માયા તે જન્મની નહિ પણ કરેલી સગાઈ ગણાય. માબાપની સગાઈ તે બનાવટી ન ગણાય. જન્મની સગાઈ ગણાય. હવે અહીં સ્ત્રીમાં તે બનાવટી સગાઈ છે એટલે પાછી વળે પણ કુટુંબની સગાઈ તે જન્મની છે ને ? પણ ચિતામાં આવે પછી શું? કાકા મામા કહેવાના, ઘરમાં હોય તે ખાવાના, પણ તે કંઈ સુખદુઃખના ભાગીદાર તે નહિ. એ સુખદુઃખના ભાગીદાર તરીકે તે કાયા છે એટલે આત્માના સુખદુઃખે સુખી કે દુઃખી રહેનારી માત્ર કાયા જ છે. તે સિવાય બીજી કોઈ ચીજ નથી. હવે અહીં અન્ય દરેક કરતાં કાયા વધી ખરી, પણ અંતે તે બળીને તે રાખ થનાર છે. હવે જ્યાં જીવ વાટે વાટે વહેવા માંડ્યો ત્યાં દ્રવ્ય, કુટુંબ, કામિની કે કાયામાંથી કોઈ જોડે જાય નહિ. હવે દોરનાર નસીબ રહ્યું. હવે જો નસીબ સારું હોય તે સદ્ગતિ અને જે નસીબ જ ખરાબ હોય તે દુર્ગતિ જ આવે.. - લુચ્ચા સથવારાને રોકી રાખે તેનું નામ જ ધર્મ .. : ' , આમ છતાં અહીં કુટુંબને, ઘરબારને કે સ્ત્રીપુત્રને વિચાર આવે છે પણ તારું પિતાનું શું થશે તેને વિચાર કર ! તારે સથવારો સારો થાય, લુચ્ચે ન થાય તેવી ગષણ તું કરતો રહેજે! લુચ્ચે સથવારે આગળ ન થાય તેની સાવચેતી રાખ! તેનું નામ જ ધર્મ, એ કેમ ? તે કહે છે કે છ દુર્ગતિ તરફ ધસી રહ્યા છે. પિસે પેદા કરીને પાપ મેળવ્યું, સ્ત્રી, કુટુંબ કે કાયા