________________
૧૭૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કાનના પ્રશ્નને અંગે કેડે હાથ દે તે મૂર્ખ - હવે સુંદરતા હોય તે જ નિત્યપણની સુંદરતા. તેથી કહે છે કે
આ ઘર્મ સર્વથા નિર્દોષપણે કરે, હવે જેમ સાધુ મહારાજે મૃગલાં જતાં જોયાં અને વ્યાધે આવીને પૂછ્યું પણ તેમણે તે જોયાની ના કહી. અહીં દેખેલ વસ્તુને અંગે ના કહી તેથી મૃષાવાદને ધકકે ખરે, પણ તે ક્ષમ્ય છે. કારણ કે મરનાર અને મારનાર બંનેન સાધુ મહારાજના સત્ય બોલવાથી દુર્ગતિ થનારી હતી. તેથી તેમને જૂઠું બોલનું પડવું, હવે “ પૃષ્ટ િત્રવાતિ” એટલે કાનના પ્રશ્નને અંગે કેડે હાથ દે તે મૂર્ખ ગણાય. તેમ અહીં હકના અંગે પ્રશ્ન છે. કોઈ પણ સાધુ એમ બોલતા નથી કે આવી રીતે નદી ઊતરીને ભારે જીવો મારવાનો હક છે. ત્રિલોકનાથ તીર્થકરે જાહેર કરેલ છવાના હકોને પટ્ટો.
હવે સમકિતી છે તે અવિરતિવાળો હોવાથી સર્વ પાપ કરી હિંસા કરે છે તેથી તેના સમક્તિમાં શું વાંધો ? અહીં જગતમાં ૌઈ પણ જીવને મારવાનો, તાબેદાર કરવાને કે હુકમ કરવાને હક નથી. જૈન શાસનમાં કોઈને . એવો હક નથી. આમાં ક્ષમ્ય અવકાશને સ્થાન નથી, એટલે આ જૈન શાસનમાં મારવાના કે પીડા કરવાના હક તરીકે કોઈપણું જીવન અંગે બનતું નથી. એવો હક કોઈને પણ અપાયો નથી. અહીં આ વાત કૃત્યને અંગે નથી. તમે કરો છે તે વાત જુદી, અશક્ય પરિહાર છે એ વાત જુદી, પણ તમે તમારા હક તરીકે માને છે એમ નથી. બિનહક તરીકેની જે તમારી કબુલાત તે જ શુદ્ધ ધર્મ. હવે છોની હિંસાદિ કે વિરાધનાદિ જે થાય છે તે બિનહક તરીકે. હવે માને કે મિથ્યાત્વી દેવ કે ગુરુને માનવા પડે તે તે સકારણ હોય અને તેથી આ હકને વાંધે ન આવે. સર્વને સરખી રીતે રહેવાનો હક છે. તાબેદારીમાંથી મુક્ત રહેવાનો, પીડારહિત રહેવાનો અને મરણ રહિત રહેવાનો હક છે.