________________
પાત્રીસમું]
અધ્યયન ૪: સમ્યક્ત્વ
૧૪૩
અને પદાર્થ પણ જુદા જ હેય. અહીં બંનેને શબ્દ એક છે પણ પદાર્થો જુદા છે તેમ અહીં ભગવાન જિનેશ્વર મહારાજા જીવ, પ્રાણ, ભૂત અને સત્ત શબ્દો વાપરે છે તે જુદા પદાર્થોને અંગે જ વાપરે છે, અને દુનિયાદારીના મનુષ્ય તે શબ્દોને પ્રયોગ કરે તે બીજા ધ્યેયથી. | ઇતના સંસર્ગની ખરાબ અસર
જિનેશ્વરે પૃથ્વી આદિ ભૂતને સર્વ કહે છે. હવે હાલે ચાલે તે છવ એટલે ત્રસને જ જીવ માનનારા ઈતિરે છે, અને તેના સંસ્કારો આપણુમાં આવ્યાં તેથી આપણું બચ્ચાંને તેવી ઓળખાણ આપી સમજાવીએ છીએ. જિનેશ્વર મહારાજના શાસનના સંસ્કાર હોય તે પૃથ્વી આદિ વનસ્પતિના જીવોને પણ જીવ માનીએ. મિથ્યાત્વીના સંસર્ગને અંગે એવા ખરાબ સંસ્કાર પડેલા છે કે પુત્રનો જન્મ પ્રસંગે, જણનાર જેરૂ, લગ્નપ્રસંગે પંડ એટલે અમે એવો નિર્ણય કર્યો છે. હવે જ્યાં ગમગીનીને પ્રસંગ બન્યું હોય ત્યાં છેવટમાં પરમેશ્વરને ગમ્યું તે ખરૂં. પીડામાં પરમેશ્વરને રાખ્યા. આ શાથી? કહે કે ખરાબ સંસર્ગના પ્રતાપે જ એમ બને છે. પિતાને લાગે તે પરમેશ્વરના માથે નાંખે. પરમેશ્વરનો બેલી કોઈ છે? વકીલ છે ? પછી ચાહે તેવું : તેમના માથે નાંખે. તમને કોઈ પૂછનાર નથી. અહીં પણ મિથ્યાવીને સંસર્ગથી એવું શીખ્યા છીએ કે હાલે ચાલે તે જીવ. પણ તે ત્રસના અંગે. હવે તે ઈતરે સ્થાવરને જીવ માનતા નથી અને તેથી આપણું બચ્ચાને કહીએ કે જીવહિંસાનાં પચ્ચખાણ લે તો તે તૈયાર થઈને લેશે, કારણ કે તે કીડીમ કોડીને છવ ગણે છે, પણ પૃથ્વી આદિને જીવે ગણતા નથી તેથી તે જૈનશાસનને પગથિયે પણ આવ્યો નથી. ;
છયે જીવનિકાયની થતી હિંસા દૂર કરવી જોઈએ
હવે યે કાયના જીવો મારવા લાયક નથી. અહીં “તવ્ય પ્રત્યય મૂકીને જણાવે છે એટલે ગ્યાર્થમાં મારવા લાયક અર્થ કરવો પડે. હવે જે ભારવા લાયક છે તેને ન મારે તેથી ઘાતક પ્રાણીઓને