________________
१९८
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન તે કહે છે કે હિંસાદિના અંગે લાયકાત અને હક માનેલા હતા તેને નિષેધ કર્યો
મારી નાંખવા આદિના હકેને નિષેધ હવે અહીં સંજમના માટે નદી ઊતરવી પડે તે પછી નદી ઊતરવાનો નિષેધ પણ આ સૂત્ર જ કરશે ને ? “ રબ્ધ પાણીવાળો સ્મા” નાં પચ્ચકખાણ કરેલા સાધુઓ નદી ઊતરી શી રીતે શકે ? આ સૂત્ર વિધિરૂપ છે, અને તેથી જે યેગ્યતા હતી તેને નિષેધ કર્યો. ઈતરોમાં તે કૃષ્ણ મહારાજે કંસને મારે જ જોઈએ, માર્યો તે ઠીક કર્યું એમ મનાય છે. અહીં તેમ નથી. અહીં તે મારી નાંખવા આદિના હકોને નિષેધ કરેલ છે. વળી કુદેવાદિની વાતને ન સમજે તેને શું કહેવું ? સમ્યકત તે એકલા દેવનું કે ગુરુ અને ધર્મનું પણ ખરું?
હવે અહીં સમ્યફત કહેવાનું છે તે પછી તે એકલા દેવનું જ કે ? ગુરુ અને ધર્મનું પણ ખરું કે નહિ? વાત ખરી. દેવનું સમક્તિ જણાવ્યું પણ તેવી રીતે ગુરુ અને ધર્મનું પણ સમફત કહેલ છે અને તેથી અધ્યયનનું નામ સમ્યક્ત્વ રાખેલ છે. હવે વાત ખરી છે પણું એક વાત ધ્યાનમાં રાખો કે પ્રથમ જગતમાં અપેક્ષા કોની ? દેવદારા ધર્મની ઉત્પતિ કે ધર્મ દ્વારા દેવની અગર ગુરુદ્વારા દેવની ઉત્પત્તિ કે દેવઠારા ગુરુની ઉત્પત્તિ ? આ ત્રણ તત્ત્વત્રયીમાં પ્રથમ ઉત્પત્તિ કોની ? તે કહેવું જ પડશે કે દેવ જયાં ઉત્પન્ન થયા હોય તેઓ શુદ્ધ આચારને પ્રકાશે અને તેનું આચરણ થાય તેનું જ નામ ધર્મ. શુદ્ધ આચારને કહે તે દેવ. દેવે કહેલા આચારને પ્રચાર કરે તે ગુરુ અને તેવા શુદ્ધ આચારનું પ્રતિપાદન તેનું નામ જ ધર્મ
દેવ, ગુરુ અને ધર્મ એટલે શું ? હવે જગતના સર્વ જી એક સરખા છે અને કોઈ કોઈના ઉપર બળાત્કાર કરવા હકદાર કે તેને તાબેદાર કરવા સ્વતંત્ર નથી. હવે આવા ધમને કહેનારા તે જ દેવ છે, અને તેને પ્રચારનારા તે જ "