________________
૧૭૨
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
રહી પણ તે દહીંને જ મથી નાંખે. અર્થાત રયે દેરડાની ચાલે ચાલીને દહીંની ગોળીને મથી નાંખે, તેમ આ જીવ જન્મમરણના સ્વભાવવાળો નથી તેમ તેને તેવી ટેવ કેઈએ પાડી નથી પણ હાથના ર્યા હૈયે વાગે એટલે મન અને ઈદ્રિયને તું કબજે રાખતું નથી અને તેના પરિણામે તેં અનંતા જન્મ અને અનંતા મરણે કર્યા છે. હવે આ જીવ મનના વેગે અને ઇન્દ્રિયોના ચાળે ન ચાલ્યો હોત તો આ જન્મમરણ કરવાનું બંધ થાત પણ અહીં તે મન ઇકિયના ચાળે ચાલવાથી ખડવાનું બન્યું છે. હવે એક પણ જન્મ એ નથી કે જેમાં તે મન અને ઇન્દ્રિય લાગેલાં ન હોય.
ઈદ્રિના ઘરે ગીર મૂકાયેલ જ્ઞાનગુણ હવે જ્ઞાન તે આત્માને ગુણ છે પણ તે ગીર મૂકેલ છે. આત્માને ગુણ હોવા છતાં ગીરો મૂકવાનું કારણ શું? તે કહે છે કે સ્પર્શનેદ્રિયના પુદ્ગલે મળે તે જ સ્પર્શનું જ્ઞાન થાય તેવી જ રીતે રસનેં. કિય, ઘ્રાણેદિય, ચક્ષુરિન્દ્રિય કે શ્રોવેન્દ્રિયને પુગલો મળે તે જ તે તે વિષયનું જ્ઞાન થાય. અહીં જ્ઞાન આત્માના ઘરની ચીજ છે છતાં ઇદ્રિના ઘરે અડાણે કે ગીર મૂકાયેલી છે, તેથી તેની મહેરબાનીએ તેને ઉપયોગ થાય. આવી રીતે આત્મા મન અને ઇકિયે સાથે જોડાયેલ છે. હવે કોઈ પણ જાતિ એવી નથી કે જ્યાં સ્પર્શનેન્દ્રિય વિના સ્પર્શનું જ્ઞાન થાય. હવે જે ઈકિયને ખસેડીએ તે જ્ઞાન ચાલ્યું જાય. જ્ઞાન જેવી ચીજ જ ન રહે. વાત ખરી, પણ અહીં ઈન્દ્રિયને ખસેડવાનું કહેતા નથી. જેમ નખ એ નકામા વધે છે તેથી કાપે છતાં તેને ઉગાડનાર જે આંગળી તે ક્યાય નહિ. તેમ અહીં મન અને ઈદ્રિથી ચૌદ રાજલમાં જન્મવાનું કે રખડવાનું બને છે ખરૂં. વળી તે જુલમ કરનારા છે તેથી તેમને ખસેડવા જઈએ પણ તે ખસેડાય તેમ નથી. - બગીચાના પાંજરાના વાઘ જેવા મન અને ઈદ્રિ * હવે એક વાત ધ્યાનમાં લો કે, બગીચાના પાંજરામાં વાઘ રાખેલ