________________
ઓગણચાલીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૭૩, હોય તેને માટે પણ ન કરાય અને ભૂખે પણ ન રહેવા દેવાય તેથી તેને જીવનપૂરતે જ ખેરાક દેવો પડે. તેમ અહીં શરીરરૂપી બગીચામાં મન અને ઈદ્રિયરૂપી વાઘો પૂરાયેલા છે તે મરે નહિ અને માતા પણ ન થાય તેવી રીતે વર્ત કે જેથી ઈદ્રિય અને મનના ચાળે ચાલવું નહિ. મન અને ઈદ્રયને કામમાં લે ખરા પણ તેના ચાળે ન ચાલો ! હવે ચાળે ચાલવું નહિ તે શું ? ઇયિને અનુકૂળ વિષયો મળ્યા અને રાજી થાય તે સમજવું કે તેના ચાળે ચાલ્યા, અને તે ઈદ્રિયોને પ્રતિકુળ વિષે મળ્યા કે ઇતરાજી થઈ તે અહીં તેના ચાળે ચાલ્યા એમ સમજવું.
| મનમાં વિકપને રેકવામાં જ ધર્મ
હવે અહીં વિવેકીઓનું કૃત્ય શું ? મનના વિકલ્પને રોકવા.. ઈદ્રિના વિષયને આધીન ન બનવું, પણ અહીં કોઈ કહે કે મનના વિકલ્પ પ્રમાણે વર્તવું અને તેથી શાંતિ મળે અને તે જ ધર્મ, પણું શાસ્ત્રકાર તેને ધર્મ કહેતા નથી, મનને રોકવામાં ધર્મ છે. સામાયિકમાં પણ અતિચાર કહીને મિચ્છામિ દુક્કડ કહેલ છે. મન, વચન અને કાયાના દુષ્પણિધાનને અતિચાર ગણાવી મિચ્છામિ દુક્કડં-દીધા. હવે મનના વિચારને અનુકૂળ થવાનું હોત તે દુષ્પણિધાન અને એ અંગે અતિચાર ન હોત. માટે કહે કે મનના વિકલ્પોને રોકવામાં જ ધર્મ રહેલ છે. હવે અહી અનુકૂળ કે પ્રતિકૂળ વિષયોમાં રાજી કે ઇતરાજી ન થાય તે મન અને ઈદ્રિય નુકશાન કરી શકે નહિ. હવે જે મન અને ઇન્દ્રિયોને કબજોન લીધે હોય તે નુકસાન કરે તેથી તે મન અને ઇન્દ્રિયના ચાળે ન ચાલવું અને તેથી ચોથા અધ્યયનમાં ત્રણ ચીજો મેળવવા માટે જણાવ્યું.
" . કોઈને પણ મારવામાં મોટાઈ શી ? " હવે સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર સ્વતંત્રપણે મેળવ્યું, મળવાનું નથી એટલે નહિ મળવાવાળી ચીજ છે એમ નહિ, પણ એમ કહેવા માગીએ છીએ કે સમ્યગ્દર્શન વિના તે જ્ઞાન અને ચારિત્ર મળતા