________________
૧૭૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
છે કે જે ખાવા, પીવા, પહેરવા, ઓઢવા, પાથરવા કે બીજા કોઈ પણ કામમાં લાગતી નથી તેથી તે બિનજરૂરી છે. આવું બોલે કોણ ? અહીં ખાવાપીવાનું, ઓઢવાપાથરવાનું અને વાવત ધનમાલ, મકાનાદિ મળે છે કે પુણ્યથી અને તે જરૂરી ચીજ છે, બિનજરૂરી નથી.
ધર્મ જરૂરી છતાં ફળ શું? આમ ધર્મ જરૂરી છતાં તેનું ફળ શું ? ખાવાપીવાનું મેળવી આપે તેથી જરૂરી કહે છે ? તે કહે છે કે ઘેડે શબ્દ પદાર્થ રૂપ છે તેમ તે જરૂરી હેવા સાથે પોતાનું સ્વરૂપ જણાવે તેમ અહીં ધર્મ શબ્દ પિતાનું સ્વરૂપ કહી આપે છે. સમજુ સમજી શકે કે દુર્ગતિએ જવું નહિ અને સદગતિ મળે એટલે મારે આવતે જન્મ બગડે નહિ. આવતે ભવ સુધરે એ દરેક વિવેકીની જિજ્ઞાસા કે ઇચ્છા હેય. આવી બે ઈચ્છાને તૃપ્ત કરનાર ધર્મ જ છે. તે વિના બીજી કોઈ ચીજ નથી કે જે એ બે ઇચ્છા તૃપ્ત કરે. હવે તે “ધર્મ” શબ્દ શાથી અને ક્યા ધાતુથી બને તે અંગે જવાશે.
વ્યાખ્યાન: ૩૯ : . “હું કેણ” એ જાણવા પ્રયત્ન કર્યો નથી.. શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્મ સ્વામી શ્રી અંબૂ
સ્વામીજીને આચારાંગસૂત્રના અધ્યયનને જણાવતાં થકા આગળ જણાવી ગયા કે “હે જંબૂ, ત્રિલોકનાથ તીર્થકર મહારાજે જગતના ઉદ્ધારને માટે જે આદેશો આપેલા છે તે મેં સાંભળેલા છે તે કણેકણું સાંભળ્યા છે એમ નહિ પણ સાક્ષાત સાંભળ્યા છે. વળી તે તેમણે હેતુ, યુક્તિ, દષ્ટાંતાદિથી કહીને સાબિત કર્યા છે. વળી તેને આચારમાં મૂકીને ફળપ્રાપ્તિ સુધી આચરણ કરીને તે સંદેશા જણાવેલા છે. પ્રથમ સંદેશે એ આપ્યો