________________
આડત્રીસમું ]
અધ્યયન ૪: સમ્યક્ત્વ
૧૬૭
સંબંધ નથી પણ આવાં વચનોની પ્રરૂપણ કરનાર કોઈ પણ હોય તે તે સર્વ માન્ય છે.
જિનેશ્વર દેવની પૂજાને વિરોધ નથી હવે અહીં કેટલાકો કહે છે કે–સર્વ ભૂતે, પ્રાણીઓ, આદિને મારવા નહિ, તેમને કિલામના કરવી નહિ, તેમને તાબેદાર કરવા નહિ એમ કહીએ તે પછી પૂજા કરવાનું બને જ ક્યાંથી? પણ વિચાર કે કોઈ પણ પૂજા કરનારો એમ તો નથી જ કહેતા કે મને આ જેને મારવાને હક છે અને તેમ માનીને કોઈ પૂજા કરતા નથી. ઇતરોમાં તે યજ્ઞને માટે પશુઓ મારવાને હક છે કારણ કે યજ્ઞમાં હોમવા માટે જ પશુઓ ઈશ્વરે બનાવ્યાં છે. એમ તે હક છે એમ મનાય છે ત્યારે અહીં જણાવે છે કે–જગતના સર્વ જી પૈકી કઈ ને કોઈએ મારવાને હક નથી, કોઈને તાબેદાર કરવાને કે પીડા કરવાને કે બળાત્કાર કરવાને હક જ નથી. હવે જે આનાથી પૂજા વિરુદ્ધ હોય તે આ સૂત્ર પાણીમાં પલાળવા કામ લાગશે. કેવી રીતે પાણીમાં પલાળવું વાત તે સમજાવો ! - અહંત ભગવંતમાં અહત એટલે શું ?
અતીત કાળમાં થયેલ અને વર્તમાનમાં છે અને ભાવિ થશે. તે સર્વ અહંત ભગવંતે. અહીં અહત શું? તે કહે છે કે–આઠ પ્રાતિહાર્યરૂપી પૂજા જે ઈદ્રો વિંગેરે કરે તેને લાયક, હવે જે પૂજા આ સૂત્રથી વિરુદ્ધ હેત તે “અહંત' શબ્દ કહેવાનું બનત જ નહિ. વળી અશક વૃક્ષ, દિવ્ય ધ્વનિ, આસન, ચામર, સિંહાસનાદિ આ સર્વ વાયુ આદિની હિંસામાં કે પરિગ્રહમાં આવશે. પછી
અહંત” શબ્દ બોલવાને વખત કયાં રહ્યો ? કહે તત્ત્વ એમાં છે કે જેઓ જગતના જીવોને હણવા આદિમાં હક ધરાવે છે તેના નિષેધ માટે આ સૂત્ર છે ? અને તેથી “હંતવ્યોમાં તવ્યપ્રત્યય શાસ્ત્રકારે વાપરેલ છે, એટલે હણવાને લાયક છે એમ નહિ. પરિતાપ કરવાને લાયક છે એમ નહિ તે જે લાયકાત માનેલી હોય તે તેના અંગે ?