________________
૧૪૫
છત્રીસમું ] અધ્યયન ૪: સભ્યત્વ
વ્યાખ્યાન: ૩૬ સર્વ જીવોને એક સરખે દુ:ખને ડર : શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્મ સ્વામીજી મહારાજ ભવ્ય
જા જીવોના ઉપકારને માટે જ ભૂસ્વામીને આચારાંગસૂત્ર કહેતાં થકા જણાવે છે કે-શ્રમણ ભગવાન મહાવીર મહારાજે કહેલ અને મેં સાક્ષાત સાંભળેલ છે પણ કોંસ્કણું સાંભળીને હું જણાવતે નથી. અહીં સાક્ષાત્ સાંભળીને જણાવું છું. તેમાં પ્રથમ પ્રભુ મહાવીરે જગતના ઉપદેશને માટે એ ઉપદેશ કર્યો કે મહાનુભાવો, તમો દુઃખી સદા ડરો છો, જગતના જીવોના મને જુદી જુદી જાતના હોય છે પણ એક એવી ચીજ નક્કી છે, જેથી તેના મનોરથમાં કે કોઈ પણ જીવના મને રથમાં ફરક પડતો નથી, પછી તે જવ એકેંદ્રિય હેય કે. પંચંદ્રિયને હેય અગર કોઈ પણ ગતિને હોય. કઈ ચીજમાં ફરક પડતું નથી ? તે કહે છે કે–દુઃખને ડર. સૌ કોઈને એક સરખો છે. મીઠું ખાવાથી પાંચપચીશ નિ રાજી થાય. તે સદાકાળ ખાવાની ઈચ્છા ન થાય,
દુ:ખનાં દદ માટે જીવમાત્રના પ્રયત્ન - હવે ઈચ્છા માત્રથી કોઈ કાર્યો થતા નથી. કાર્યો અને ક્યારે ? નીતિકાર કહે છે કે-કોઈપણ દિન કારણ સિવાય કાર્ય બનતું નથી.. વળી બીજાનું કારણ તે કાર્ય બની જાય નહિ. માટી કે તાંતણે છે, કારણ છે તેથી માટી તે કાપડ ન બને અને તાંતણામાં ઘડો ન બને. અહીં અન્ય કારણથી કાર્ય ન બને. જેમ કારણ વિના કાર્ય ન બને. તેમ અન્ય કારણથી પણ કાર્ય ન બને. હવે કારણ મળવું જોઈએ અને તે પણ યોગ્ય કારણ મળે તો જ કાર્યની ઉત્પત્તિ થાય. હવે દુઃખના નાશ માટે સૌ કોઈ જીવ માત્ર મથે છે, પરંતુ જગત કરે છે શું? બાવળિયાનો કાંટે વાગે તેથી કાંટા તરફ જુએ છે અને તે