________________
૧૪૬
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કાંટાના રજેરજ ચૂરા કરે તેથી નહિ વાગે ને ? કહે કે તેથી કંઈ ને વળે. જ્યાં સુધી બાવળિયે ઊભો હશે ત્યાં સુધી તમે કાંટાથી ન જ બચી શકે,
| દુખનું ઝાડ કાપવાની જરૂર હવે તમને જે દુઃખ આવે તેને દૂર કરવા મથે ખરા પણ તે દુઃખનું ઝાડ કયું ? હવે કાંટાને તપાસ્યા વિના દુઃખ મટે જ નહિ. જે કંઈ દર્દ થાય તેના નાશ માટે પ્રયત્ન કરીએ પણ તેનું જે ઝાડ તે લક્ષમાં લીધું નથી. હવે જીવે સર્વ ભવોમાં દુઃખના નાશ માટે પ્રયત્ન કર્યા છે છતાં દુઃખોને નાશ થયો નથી. જે દુઃખને નાશ થયો હોય તે દુઃખ રહેત પણ નહિ, પણ અહીં તે દરેક ભવમાં દુઃખ તે રહે છે, માટે તે દુ:ખના કારણભૂત જે ઝાડ છે તેને કાપવા માટે, દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ' ભવોભવની ઉત્પત્તિ તે જ દુઃખનું ઝાડ
હવે દુનિયામાં આંબા, લીંબડા કે પીપળાના ઝાડે દેખાય છે પણ દુઃખનું ઝાડ તે દેખાતું નથી. તે માટે મહાનુભાવ, તીર્થંકર કહે છે કે–તે દુઃખનું ઝાડ તમારી પાસે ખુલ્લું જ છે. હવે તે કર્યું ઝાડ? ગથિ છે આ વેવાઈ આ સંસારમાં તમારી ભાભવની ઉત્પત્તિ તે જ દુઃખનું ઝાડ છે. હવે દુનિયામાં મરણ એ દુઃખનું ઝાડ કહેવાય છે. વળી મરણુ બંધ થતું નથી. તેને બંધ કરવાનાં કારણે પણ નથી, છતાં તે બંધ કરવાના વિચારે કરવા તે શેખચલ્લીના માં માથા વિનાના વિચારો સરખું છે. આપણે પણ જે મોતથી ડરીએ તો પછી તે મેંમાથા વિનાના શેખચલ્લીના વિચાર જેવું છે. જગ આખું મોતથી ડરે. આ મતને તીર્થકરો. પણ રોકી શકતા નથી.
જન્મ રેકાય તે જ મરણ રેકાય સમ્યગ્દષ્ટિને મરણને ભય હેત નથી. સમ્યગ્દષ્ટિને જન્મવાનો જ ભય હોય છે. જે જન્મ શેકાય તે જ મરણ રોકાય. જો