________________
આડત્રીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યકત્વ
૧૬૧
શાસને જગતના દેવોથી વિલક્ષણની રીતિએ પરમેશ્વરપણું માન્યું છે. જગતના જીવને બચાવવાની રીતિએ જ પરમેશ્વરપણું માન્યું છે.
ઉદેવ અને દેવનું સ્વરૂપ : નાટકિયા તરીકે શેષનાગને ગળે વીંટાળવામાં મહત્તા જણાવી. એવાને તે કુદેવ જ માનવા પડે. જેની મહત્તા આખા જગતના જીવોને અંગે અહિંસા કહેવાની છે તેથી તેમને સુદેવ માનવા અને જેની અંદર આવી અહિંસા નથી તેમને કુદેવ માનવા સંગમ જે ઉપસર્ગ કરનારે, જેણે આબરૂ ઉપર હાથ નાંખે, જેણે તપસ્યાના પારણા અંગે આડખીલી નાંખી, તેવા પ્રત્યે પણ તીર્થકર ભગવાન શું વિચારે છે ? આ બીચારા જીવની ગતિ શી થશે? જેને જગતના રક્ષણને અંગે મહત્તા લેવી છે અને જેને જગતના ઢઢેરા તરીકે મહત્તા લેવી છે તે તેની મહત્તા કોની માનવી ? જે કર્મને નાશ કરવાને મુદો કોઈ પણ જગાએ રહેલ હોય તે તે સુદેવમાં જ છે, તેથી તેમને પરમેશ્વર કહેવા તે પ્રમાણે અહીં સમ્યક્ત્વનું સ્વરૂપ જણાવ્યું. તે પછીને અધિકાર આગળ જણાવાશે.
- વ્યાખ્યાન : ૩૮ - તમારા સંસારને છેડે કેમ આવતું નથી ?
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્મસ્વામીજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે આચારાંગ સૂત્રના ચોથા અધ્યયનની રચના કરતાં થકા જ બૂસ્વામીજીને કહે છે કે-ત્રિલોકનાથ તીર્થકર ભગવાનશ્રી મહાવીરે જે કહ્યું તે પિતે આચરી, ફળ પ્રાપ્ત કરીને યુક્તિ, દલીલથી સમજાવી, જણાવ્યું તે મેં સાંભળ્યું છે અને તે હું કહું છું. ત્યાં કહે છે કે પ્રથમ એ સંદેશો કહ્યો કે મહાનુભાવો, તમે અનાદિકાળથી આહાર, શરીર, ઈકિયાદિ માટે કાળજી