________________
૧૬૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કારણે? ઇકિયે અને મનના ચાળાએ તું ચાલ્યો, વિષયને આધીન બની તે પ્રમાણે તું વર્યો અને મનના વિકલ્પોએ ચઢયો માટે જ જવાબદારી અને જોખમદારી ઉઠાવીને ભોગવવી પડે છે. હવે અહીં જીવને જન્મમાં ભટકવાની જવાબદારી કે જોખમદારી વહોરવી પડે છે તે ફક્ત મન અને ઈદ્રિયોને આધીન બનવાથી જ વહોરવી પડે છે.
જગતમાં બે પ્રકારના શીત, ઉષ્ણ હવે જગતમાં કેટલીક વસ્તુઓ કોઈની કરેલી હોય છે પણ કેટલીક તે સાધારણ બનેલી હોય છે. જેમ તાપણું કરવાથી ગરમી થાય તે બનાવેલી કહેવાય, પણ ગરમીની સીઝનમાં-ઋતુમાં તે ગરમી સ્વાભાવિક થાય છે તેના અંગે શું થાય ? તે ઊકળાટમાં તે માત્ર પિતાને બચાવ કરીએ પણ દુનિયાના ઉકળાટ માટે કંઈ ન બની. શકે. હવે જગતમાં ટાઢ, તડકે, શીત અને ઉષ્ણુ તે બંને પ્રકારના છે, એક તે નવા થતા અને બીજા ઋતુને આધીન બનતાં. હવે તેમાં
તુને આધીન થનારા જે ટાઢ તડકો તેને નાબૂદ ન કરી શકીએ પણ જે આપણને શરદી લાગે તે ઉકાળો પીઈએ, ગરમી લાગે તે - પંખાને પણ ઉપયોગ કરીએ; પરંતુ જગતના અંગે કંઈ ન બને. હવે અહીં મન અને ઈદ્રિયો તે ઋતુની માફક છે એટલે તે જગતમાં લાગેલા મન અને ઇદિને ખસેડી શકીએ તેમ નથી.
ઈષ્ટ માં રાજી ન થવું, અનિષ્ટમાં નોખુશ ન થવું ' - હવે જે મન અને ઈકિયે છે એ તે વળગેલા જ છે. તેને ખસેડવા માંગીએ તે પણ ખસે તેમ નથી, હવે ચારે ગતિમાંથી કોઈ પણ ગતિ મનઈદ્રિય વિનાની નથી, તેમજ કોઈ જાતિ એવી નથી કે જેને ઈદ્રિય ન હોય. હવે અહીં આત્માને મન અને ઈદ્રિય લાગેલા છે તેની જવાબદારી કે જોખમદારી શી રીતે બંધ કરવી? તે કહે છે, કે–મહાનુભાવ, જેમ ઋતુને અંગે થતા બનાવોને અંગે આપણો બચાવ કરી શકીએ છીએ તેવી રીતે અહીં પણ મન અને ઇંદ્રિયને તું રોકી નહિ શકે પણ તારે તેને બચાવ કરવાને. હવે