________________
૧૬૨
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
રાખનાર તે છે જ. તેની કાળજી કોઈ બીજો કરાવતું નથી. આપોઆપ તમે દરેક ભવમાં ખુદ પિતે તેની કાળજી રાખે છે. હવે તે કાળજીમાં જે તત્ત્વ મળી શકતું હોય તે તમે કહો ! અનંતાનંત વખત અનંત ભવોમાં આહાર, શરીરાદિ તેમજ ઇક્રિય અને તેના વિષયની કાળજી રાખવા છતાં તેને છેડે આવ્યું નહિ.
ભવસાગરમાં રખડાવનાર કેશુ? - તેમાં પ્રથમ વિચારો કે આહારાદિની કાળજી રાખવાથી સંસારને છેડે આવતે હેત તે તે કયારનો ય આવી જાત. કઈ કાળજી રાખવાથી સંસારનો છેડે આવે ? આ મારો આત્મા ભવભવ રખડવાવાળે છે, આથી તેની કાળજી કરૂં તે જ સંસારને છેડે આવે, પણ તે કાળજી તમે કોઈ દિન કરી જ નથી. હવે જમીનથી ખેતી ખરી પણ એકલી જમીન લેવાથી કંઈ ન વળે. એટલે જમીન લઈને બેસવાથી વગર ખેતીએ કંઇ કેઈને નિભાવ ન થાય. હવે જમીન લેવી જરૂરી છે પણ સાથે કુટુંબના નિભાવ માટે ખેતી આદિ ક્રિયાઓ કરવી પડે. હવે અહીં હું કાળજી કરું પણ તે એકલી કાળજી કામ ન લાગે. તેની સાથે હું ભવસાગરમાં રખડું છું અને તે શાથી? રખડાવનાર કોણ? એ વિગેરે વિચારવું જોઈએ. મારું મન અને ઈદ્રિયે જ મને રખડાવનાર છે. *
પ્રભુને માથે જ જન્મમરણાદની જવાબદારી ?
હવે અન્ય સર્વ મતે એ સ્થિતિમાં છે કે પ્રભુ જન્મ આપે, સુખદુઃખ પણ પ્રભુ જ આપે, ધનમાલ પણ એ જ આપે, માંદાસાજા પણ એ જ કરે, મારે તે પણ ભગવાન જ! પણ જૈન શાસનમાં એક પણ ચીજ ભગવાનની જોખમદારીવાળી નથી. હવે અહીં જોખમદારી કોની ? તિર મતમાં તે પરમેશ્વરની જોખમદારી હતી તે ખસેડી પણ અહીં તમે જોખમદારી કોના ઉપર નાંખશે ? કોઈને કોઈએ પથ્થર માર્યો અને તેમાં નામ બીજાનું લેવાય તે પછી તે માણસ લુચ્ચો ગણાય એટલે પોતે તોફાન કરે અને નામ બીજાનું લેવાય તે જુલમ