________________
૧૫૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
જઈશું, વ્યાખ્યાન સાંભળીશું. હવે સે ડગલાં ચાલે તેમાં અજાણતાં વિરાધના થઈ. જે મરી ગયા તે જીવતા થવાના નથી છતાં ઇરિયાવહિયા કેમ કહે છે ? તે કહે છે કે સિદ્ધાંત છે કે જગતના સર્વ પ્રાણીઓ હણવા લાયક નથી એ હું નકકી સ્વીકારું છું અને સાથે માનું છું, તેથી ઈરિયાવહિયા કહીને માફી માગું છું. તે પણ કોની તે કહે કે અજાણપણે થયેલી વિરાધનાની, હવે જે કાચા પાણી કે લીલોતરીને સંઘદો થયો હોય તે તેની તે પાછી આલોયણ લે. અરે, પ્રાયશ્ચિત્ત લો છે, માટે કોઈ પણ પ્રાણી હણવા લાયક છે એ માન્યતા ન રહેવી જોઈએ. જો - વિરાધના માટે આયણ અને પ્રાયશ્ચિત્ત
આ વાત ખ્યાલમાં રાખશો ત્યારે જણાશે કે ખુદ ભગવાનની પૂજામાં હરિભસૂરિજીએ કહ્યું કે-પૂજાથી પાપ થાય છે તે શું પૂજા ન કરવી ? હવે છેકરે જ્યાં જન્મે ત્યાં વિવાહનું ખર્ચ આવે. હવે આગળ વંશ ટકવાની જે કિંમત છે તેની આગળ વિવાહાદિના ખર્ચની કંઈ પણ કિંમત નથી. તેમ અહીં તીર્થકર મહારાજનું બહુમાન કે તેના સન્માનને માટે જે શુભ પરિણામ તે અસંજમથી થાય છતાં તે બહુ ફળને આપનાર છે તેથી કર્મબંધવાળી પણ પૂજા કરવી. અહીં પૂજા જેવા ધર્મકાર્યમાં કે સંયમના પાલનમાં થતી હિંસા તેને માટે વળી પ્રાયશ્ચિત્ત. અહીં આલેયણ ને પ્રાયશ્ચિત્ત બંને કરવા પડે. નદી ઉતરીએ તેમાં સંયમાદિ માટે વિરાધના થાય અને ફળાદિ લઈએ તેમાં પૂજાદિ માટે વિરાધના થાય. હવે આવા ધર્મકાર્યમાં વળી પ્રાયશ્ચિત શું ? વાત ખરી. તમે ઉત્તમ કાર્ય કરો તેમાં જે વિરાધના થાય તે ત્યાગ કરવા લાયક છે તેથી પ્રથમ ઇરિ યાવહિયા કહી પડિકમે એમ શાસ્ત્રકારે રાખેલ છે. તેમાં સિદ્ધાંત એ છે કે જગતમાં જે જે પ્રાણીઓ છે તે સર્વને કેઈથી ઘાત થાય નહિ, કે તેમને પીડા કરી શકાય જ નહિ. વાત ખરી, મારીએ નહિ, પણ દાબી રાખીએ. તે તેના માટે કહે છે કે કોઈને હુકમમાં પણ