________________
છત્રીસમું ] અધ્યયન ૪ઃ સમ્યકત્વ . ૧૪૭ તે તે મરણ પામવાને છે જ. હવે જે વસ્તુ રોકાય તેવી નથી તેના માટે ભય રાખવો તે નકામે છે. હવે જન્મ એ ઉત્પત્તિવાળી ચીજ છે, અને તે રોકાય તેમ છે. મરણ તે નિયમિત થવાવાળી ચીજ નથી. “નારી હિ વો મૃત્યુઃ ” જન્મેલાને મૃત્યુ અવશ્ય છે અને તેથી હજી રેકાય તે જન્મ જ રેકાય.
ઘાર્થો જન્મ લેવા નથી. વળી સિદ્ધ મહારાજની ગતિને માટે અપુનરાવૃત્તિ કહીએ છીએ. અપુનર્મરણ બોલતા નથી. કારણ જન્મ રોકાય તે જ મરણ રોકાય. અને જન્મ ન રોકાય તે મરણ ન રોકાય, તેથી અપુનરાવૃત્તિ એટલે ફરીને જન્મવું એવું સ્થાન સિદ્ધગતિ છે. હવે આ મારે આત્મા દરેક ભવના જન્મ કરે છે તેથી આત્મા જન્મ લેવાવાળો છે, એ સમજાયા પછી તે જન્મ લે છે શા માટે? હવે ધાર્યો જન્મ લેવા નથી. જેમ જગતની અપેક્ષાએ વિચારીએ તો માએ છોકરાના જીવને પસંદ કરીને કૂખમાં લીધે નથી તેમ કરે કંઈ માને પસંદ કરીને આ સ્થી. તેમ બાપે કુળમાં છોકરાને પસંદ કરીને લીધે નથી. અહીં કોઈની પસંદગીએ કોઈને આવવાનું બનતું નથી. અહીં માબાપ કે છેક કોઈ પણ પ્રથમ દેખીને, પસંદગી કરીને કુક્ષી કે કુળમાં આવતા નથી. છતાં એ બને છે કેમ? કહે કે કર્મના સંબંધને અંગે આ સર્વ બને છે.
કર્મ તે સંસાર અને જીવ વચ્ચેને દલાલ
જેમ શેર બજારમાં દેવાવાળો લેવાવાળાને જાણતા નથી અને લેવાવાળો દેવાવાળાને જાણતા નથી પણ તે સર્વે દલાલ જાણે તેવી રીતે અહીં પણ કર્મ આ સંસાર અને જીવની વચ્ચે દલાલું કરે છે. આપણે આગળ વિચારીએ કે જ્ઞાતિમાં સેંકડે ઘરે અને તેમાં સેંકડે છેકરા છોકરીઓ હોય છતાં અમુક વર અને અમુક - કન્યા આની સાથે જ વરે તેનું કારણ શું ? કહો કે પૂર્વના સંસ્કારો અહીં દુઃખનું ઝાડ કર્મ અને સંસાર અને જીવના લાલ તે કર્મ.