________________
પાંૌશમુ’
અધ્યયન ૪ : સભ્યશ્ર્વ
એકલા સમ્યગ્દર્શનને જ સમકિત કેમ કહ્યું ? ઘઉં કે બાજરી ગોળના સંસગે કે તેના પાણીથી મીઠા બને તેમ છતાં ઘઉંને મીઠા કે બાજરીતે મીઠી કોઇ કહેતું નથી, કારણ તેમાં જે મીઠાશ આવી છે તે ઘઉં કે બાજરીના ધરની નથી, પણ ગોળના ભાવે એ મીઠાશ છે, તેથી મીઠાપણાને વ્યવહાર ઘઉં કે બાજરીમાં થતો નથી. શું અહીં ઘઉં બાજરી મીઠા થતા નથી ? મીઠા થાય ખરુ, પણ તે તેના ધરની મીઠાશ નથી પણ ગોળની કરેલી તે મીઠાશ છે. તેમ અહીં સમતિ જે જ્ઞાન કે ચારિત્રમાં છે તે સમ્યગ્ નના ધરનુ છે. હવે સમ્યગ્દન વિનાનું જ્ઞાન કે ચારિત્ર તે સમ્યક્ ન જ કહેવાય, અહીં જ્ઞાન અને ચારિત્રમાં જે સભ્યપણું વસેલુ છે તે સમ્યગ્દર્શનનુ છે પણ પેાતાના ધરનું નથી. હવે દરેક શાસ્ત્રકાર અને આચાય જે એકલા સમ્યગ્દર્શનને સમક્તિ કહે છે તે વાજબી છે. સમ્યગ્દર્શન વિના પણ ધાર્મિક પ્રવૃત્તિ કરાય તે લાભ
૧૪૧
હવે ત્રણે સુદર ચીજોને આધકાર આ ચોથા અધ્યયનમાં લેવાને છે છતાં એકલા સમ્યગ્દર્શનને જ સુદરપાનેા અધિકાર આપેલ છે. ઘઉંના લોટમાં ગેળ ભળે તેથી તે મીઠો થાય પણ તે મીઠાશ ઘઉંના ધરતી નથી પણ ગોળના ઘરના છે. તેમ અહીં જ્ઞાન અને ચારિત્રમાં સમ્યપણું આવે છે ખરું, પણ તે પોતાના ઘરનું નથી, તે સમ્યગ્દર્શનનું વસાવેલું છે, હવે સમ્યગ્દર્શનવાળાના જ જ્ઞાન અને ચારિત્ર કે તપ સફળ બને, હવે સમ્યન વગરના જ્ઞાન, ચારિત્ર કે તપ કરીને કામ શું? જેનાં ફળ ન મળે તેવી પ્રત્તિ કોણ કરે ? હવે સમ્યગ્દર્શન વિનાને જીવ જ્ઞાન કે ચારિત્રમાં પ્રવૃત્તિ ન જ કરે. ને ? વાત ખરી પણ એક કારણ છે કે સમ્યગ્દર્શન વિના પણ પ્રવ્રુત્તિ કરે. કસ્તુરીથી જેવી કિંમત મળે તેવી સુગંધી પણ મળે તેમ અહીં સમ્યગ્દર્શન વિના પણ પ્રવૃત્તિ કરે તે આહાર, ઋદ્ધિ, ઉપધ, દેવલાક આદિ પણ જ્ઞાન અને ચારિત્રથી મળે ખરા પણુ જે સુંદરતા જોઇ એ તે ન જ મળે.