________________
અધ્યયન ૪: સમ્યકત્વ
૧૩૯
રાજાજીની સાથે કરાર કર્યો હોય પછી તે પૂરે કર્યો જ છૂટકે. હવે તે વખતે અક્કલ, હોશિયારી છતાં મનને વેગમાં અને ઈદ્રિયોના વિષયોમાં તે ઘેરાયેલી હોવાથી કર્મરાજાના–દેવાદારના કબાલામાં જોડાયા અને તેથી જન્મ, જરા, મરણ આદિ રૂપ સંસારચક્રમાં ભટકવું પડે છે. હવે જેની સત્તામાં રહ્યા હોઈએ અને જે આપણું ઉપર માલિક હોય તેને રાજીથી આપીએ કે તે બળાત્કારથી લે, તે આપે જ છૂટકે. પિતાની મરજી વાપરવાનું કામ ચાલતું નથી. - આત્મા ઉપર મન અને ઇંદ્રિાની સત્તા
હવે એક પણ ભવ, જાતિ કે ગતિ નહોતી કે જેમાં ઈદ્રિય અને મનને આધીન ન બન્યા હોઈએ, અર્થાત્ એ કોઈ ભવ છે નહિ, હવે નહિ અને થવાને પણ નહિ. સરકારી મેનેજમેન્ટવહીવટ-બેસે ત્યારે સરકારી લફરાં જેટલાં નાંખે તેટલાં ઓછાં, તેમ અહીં આત્મા ઉપર મન અને ઇન્દ્રિયની સત્તા હેય એટલે લફરાં નાંખે તે રાખે જ છૂટકો. હવે અકલ હોંશિયારી ઠેકાણે રાખીને કામ કરે તે યોગ્ય રીસીવરને પોતે નીમી શકે. હવે તે સમજદાર હોય તે ઈદ્રિય કે મનનું મેનેજમેન્ટ હોય તે પણ તે સત્તા ઉઠાવી શકશે, એટલે જે બચ્યું સમજદાર હોય તે દેવાદાર તરીકેની સહી અક્ષરથી નહિ જ આપે. હવે સમજદાર થયેલ સહી નથી કરતે, તેમ અહીં જે તું સમજદાર બન્યું હોય તે સહી ન કર. એટલે મન અને ઈદ્રિયના અનુકૂળ વર્તનની સહી કર જ નહિ! પ્રથમ વિચાર કર કે હિત માટે છે કે નહિ? તપાસ કર્યા પછી જ સહી કરવી. અહીં સહીં કરવા સમજ રાખ! " '
' | મન અને ઈદ્રિયોને આધીન ન બને * પછી બીજા અધ્યયનની અંદર તે જણાવ્યું કે મન અને ઇદ્રિયને આધીન ન બને. હવે ઈદ્રિય અને મન જે કાંઈ કરે તેના અનુકૂળ વિષમાં ખુશી ન થવું તેમ પ્રતિકૂળ મળે તેમાં ના ખુશ ન થાઓ. જો કે મન અને ઇન્દ્રિય પોતપોતાની ફરજ બજાવે