________________
પાંત્રીશમું] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૩૭ અને તેની હિંસાથી હંમેશાં દૂર રહેવું. આ ઉપરથી આ સૂત્ર વિપરીત શ્રદ્ધાને ખસેડી જૈનશાસનની શ્રદ્ધાને મજબૂત કરે છે તેથી હવે
આ અધ્યયનનું નામ “સમ્યકત્વઅધ્યયન' રાખ્યું અને તે જીની હિંસાથી શું અનર્થાદિ થાય તે વગેરે અધિકાર અગ્રે કહેવાશે.
વ્યાખ્યાન : ૩૫ એકડા વિનાના મીંડાની કિંમત ન હાય . શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્મસ્વામીજી મહારાજ
જબૂસ્વામીજી આગળ આચારાંગસૂત્રની રચના કરતાં થકા આગળ જણવી ગયા કે–આચારાંગના પ્રથમ અધ્યયનમાં કહી ગયા કે પ્રભુ વીરે આખા જગતને એ સંદેશ આપે કે મહાનુભાવો ! તમે આહાર, શરીર, ઇાિની તજવીજ કરી રહ્યા છે, તેનાં વિષય અને સાધનાની તજવીજ કરી રહ્યા છે, છતાં એકડા વિનાના મીંડાની કિંમત ન હોય તેમ આત્માની તજવીજ કર્યા વિનાની બીજી તૈયારી નકામી છે. કોઈપણ જાતિ કે ગતિ એવી નહતી મળી કે જેમાં આપણે આહારદિની તજવીજ ન કરી હોય. વળી આત્માની ઓળખ પણ જ્યાં નથી કરી ત્યાં પછી એના અંગે બીજા વિચારે હેય જ શાના? ગામજે નહિ તે પછી સીમાડે કયાંથી હોય?,
* આત્માને જાણ્યા પછી જ અખંડ સુખની પ્રાપ્રિ . * આગળ દષ્ટાંત દીધું છે કે આ આંખ એવી ચીજ છે કે તે દુનિયાની તમામ ચીજોને તપાસે, અરે, કણીથી માંડીને પહાડ સુધીની ચીજોને તે તપાસે, હવે પિતાનામાં જે કાળાશ, રતાશ આદિ હોય તે ને જોઈ શકે. તેમ અહીં આ આત્મા જન્મજન્મ આહારશરીરાદિને જેતે આવ્યા પણ પિતાને તે તે જુએ જ નહિ, પછી રખડે તેમાં નવાઈ શી? હપ્રથમ તમે પિતાને ઓળખતાં શીખે ! અરે, જાણે