________________
૧૩૮
શ્રીઆચારાંગસૂત્ર [વ્યાખ્યાન હવે અહીં અમે તે છીએ તે છીએ જ. જ્ઞાનવાળા થવાથી અનંત પ્રદેશે થવાના નથી અને નહિ જાણવાથી કંઈ સંખ્યાતા પ્રદેશવાળા થવાના નથી. માત્ર અસંખ્યાત પ્રદેશવાળા સદા રહેવાના છીએ, તે પછી જાણ્યાથી કે ન જાણ્યાથી ફળ શું ? આત્મા અસંખ્યાત પ્રદેશવાળો એકેંદ્રિયમાં અને સિદ્ધમાં એક સરખે જ રહેવાને છે. હવે આત્માના પ્રદેશમાં ઘટાડો કે વધારે થવાને નથી છતાં પરીક્ષા ર્યા પછી તેની કિંમતમાં તે જરૂર વધારો ઘટાડો થાય. લેનારો જાણીને લે તે જ કિંમતી તરીકે રક્ષણ કરે. હવે અહીં આત્માના પ્રદેશોમાં વધઘટ બનતી નથી એ વાત ખરી પણું આત્માને જાણ્યા પછી અખંડ સુખની પ્રાપ્તિ કરી શકાય માટે આત્માને જાણવાની જરૂર છે. .
અનિષ્ટથી વેરાયેલે અને ઈષ્ટથી દૂર રહેલો આત્મા - હવે તે આત્માને બે પ્રકારે જાણવું જોઈએ. આ આત્મા અનિષ્ટમાં ઘેરાયેલું અને ઈષ્ટથી દૂર રહે છે. હવે ક્યાં અનિષ્ટથી ઘેરાયેલું છે તે તે માટે પ્રભુવીરે એ સંદેશો કહ્યો કે-દરેકે ધ્યાનમાં રાખવું કે, મારો આત્મા ભાભવથી રખડવાવાળો છે. આ અનિષ્ટ જાયું ખરું, પણ તે થાય શાથી? તે જાણ્યા પછી જ તે અનિષ્ટ દૂર કરાય. હવે અનિષ્ટનાં કારણે જણાવે છે. તે અનિષ્ટ કેઈએ વળગાડયું નથી. તે તમારી જોખભદારી અને જવાબદારીથી તમેએ વહેરેલ છે એટલે જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિના ચક્કરમાં તમને કોઈએ નાંખ્યા નથી પણ જાણી જોઈને તમે એ લીધેલ છે. હવે તમે ગાંડા છે એમ કહેવાની જરૂર નથી પણ ડાહ્યા થાઓ એ કહેવાની જરૂર છે, તે તે શી રીતે થવાય?..
' કે પરાધીન જીવની દશા
હવે તમારી જવાબદારીથી તમે કેવી રીતે ચાર વહે તે બતાવે છે. જેમ દુનિયામાં દસ્તાવેજ કરેલો હોય તે મરજીએ કે કમર
એ પૂરો કર્યો જ ટકે, તેમ અહીં અજ્ઞાન દશામાં તમે એ કર્મ
-
-