________________
૧૩ર
શ્રીઆચારાંગસૂત્ર { વ્યાખ્યાન પ્રાણનું પ્રાયશ્ચિત્ત અને પેલાને ચારનું પ્રાયશ્ચિત્તને ? તે કહે છે કે ના સ્પર્શનેન્દ્રિયના પ્રાણની જે કિંમત ગણાય તેના કરતાં રસનેંદ્રિયને પ્રાણુ અસંખ્યાતગુણ કિંમતવાળે ગણાય, તેવી જ રીતે ઘાણ, ચક્ષુ અને શ્રોત્રેન્દ્રિયના પ્રાણની કિંમત વધુ અંકાય તેના કરતાં મનોબળ અસંખ્યાતગુણી કિંમત ધરાવે છે. હવે જ્યાં અસંખ્યાતગુણે ક્ષયોપશમ સ્પર્શનેન્દ્રિયને પ્રાણ પ્રાપ્ત કરતાં થાય તેના કરતાં અસંખ્યાતગુણો ક્ષપશમ થાય ત્યારે જ રસનેન્દ્રિયના પ્રાણની પ્રાપ્તિ. મળે એવી જ રીતે ઉત્તરોત્તર અસંખ્યાતગુણ ક્ષયપશમ ગણી આગળ વધતા જવું તે યાવત સંજ્ઞીપંચેંદ્રિય સુધી. હવે વધારે પુણ્ય હોય તે જ રસનેંદ્રિય મળે અને તેનાથી અધિક પુણ્ય હેય તે જ ધ્રાણેન્દ્રિય આદિની પ્રાપ્તિ થાય. | સ્પર્શનેંદ્રિય કરતાં રસનેંદ્રિયમાં વધુ તાકાત
આ બાજુ દુનિયાદારીથી વિચારીએ કે ઝાડમાં વનસ્પતિના - અસંખ્યાત જીવો. હેય, કંદમૂળમાં અનંતા છવો હોય છતાં રસનેંદ્રિયની તાકાત એનામાં નથી તેથી કડવું પાણી મળે તો પણ તે ઝાડ પી જાય, પછી ભલે તે પાણી પીવાથી સુકાઈ જાય. રસનેંદ્રિયની તાકાતવાળો છવ ખરાબ પાણી પીએ જ નહિ. હવે રસનેંદ્રિયની તાકાતવાળા શંખ, કરમિયા આદિ ધ્રાણેદ્રિયના વિષયોને જાણી ન શકે તેથી ખરાબ વાસથી મરણને શરણ બને. આંખમાં અવાજ, જાણવાની તાકાત નથી તેથી ભલભલા અવાજથી તે ખસે જ નહિ. હવે દુનિયાઘરીથી સ્પર્શનેંદ્રિયી ચાહે તેટલી તાકાત હોય તો પણ રસોંદિયાદિને ન જ જાણી શકે.
પ્રાણુને આધારે જ જીવની કિંમત અહીં પ્રાણને આધારે જ કિંમત અને તેના આધારે જ હિંસાનું પાપ લાગે, અને તેથી શુદ્ધિને માટે જે પ્રાયશ્ચિત્ત આપે તે પ્રાણને આધારે જ આપે, તેથી જણાવ્યું કે જગતમાં પ્રાણુને ધારણ કરનારો જે જીવો છે તે સર્વનો બચાવ કરવો જોઈએ. આથી ચાસ્ત્રિની,