________________
ચેત્રીસમું]. અધ્યયન ૪ : સમ્યકૃત્વ ૧૩૧.
જગતમાં બે પ્રકારના અર્થો હવે જગતમાં બે પ્રકારના અર્થો છે. એક વ્યુત્પત્તિઅર્થ, જેમ કચ્છતિ વૃત્તિ નૌ એ હિસાબે. બીજા અર્થો ન લઈએ તે વાયરે, ભેંસ, ધૂળ વિગેરેને ગી કહેવાને પ્રસંગ આવે. પણ તે વ્યુત્પત્તિ કરવા માટે ધાતુ લીધેલ છે, પણ વ્યુત્પત્તિની સાથે પ્રવૃત્તિ કરવાની નથી પણ લક્ષણ લઈએ છીએ, તામિવ શો એટલે ગળે લટકતું કંબલ જેને હોય તે જ ગાય. ચાલવા માત્રમાં ગાય શબ્દ વાપરવો નહિ. તેમ અહીં એકલા શ્વાસમાં પ્રાણ શબ્દ ન પરતાં સ્પર્શદિને જાણનારી જે દસ શક્તિ છે તે પ્રાણ શબ્દરૂપ છે. હવે પ્રાણુની હિંસા થતી નથી તે પછી જીવની સ્વતંત્ર હિંસા કહી ધો ને ? વાત ખરી પણ તત્ત્વને સમજે !
પ્રાણની મુખ્યતાએ વિરાધનાનું પ્રમાણ - અહીં જીવહિંસાના નિષેધ માટે કહેવાય. પછી સર્વ જીવો સરખી કેટિના છે. વનસ્પતીના આહારી અને માંસના આહારી એ બંને સરખા ગણાય. ફરક ન રહે તો ફરક આવે છે ક્યાં ? પ્રાણમાં હવે વનસ્પતિમાં જે પ્રાણે છે તે ઘણા ઓછા છે, અને માંસના કારણભૂત જે પદાર્થો તે જબરજસ્ત પ્રાણવાળા છે તેથી વધુ નુક્સાન છે. આથી બંનેને સરખા ન મૂકાય. હવે પ્રાણુનો નાશ વધારે ભયંકર છે તેમાં પણ જેમ જેમ વધારે પ્રાણે, તેમ તેમ નુકસાન પણ વધારે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય આદિની વિરાધનાના પ્રાયશ્ચિત્ત જુદા અને ઓછાવત્તા રાખ્યા, કારણ કે જ્યાં પ્રાણુને નાશ ઓછો ત્યાં પ્રાયશ્ચિત્ત પણ ઓછું, અને પ્રાણની અધિક્તા ત્યાં પ્રાયશ્ચિત્ત વધુ. અહીં પ્રાણની મુખ્યતાએ વિરાધના પણ અધિક હોય છે.
પુણ્યાનુસાર ઈદ્રિની પ્રાપ્તિ હવે અહીં એક્લા પ્રાણ કેમ કહ્યા ? અહીં પણ એકેન્દ્રિયની વિરાધના કરી તેણે ચાર પ્રાણને નાશ કર્યો ને? તેવી રીતે એક પંચેન્દ્રિય મનુષ્યની હત્યા કરી તેના દસ પ્રાણુને નાશ થયે તેથી દશ