________________
૧૩૦
શ્રી આચારાંગસૂત્ર [ વ્યાખ્યાન પ્રાણીઓ શ્વાસની ક્રિયા કયારે પામ્યા? - હવે તે પ્રાણીઓ શ્વાસની ક્રિયાને પામ્યા કયારે ? પ્રથમ શ્વાસ ગ્રહણ કરવા લાયકની, તે પરિણમ્યા પછી છોડવા લાયકની ક્રિયાને લાયક પુણ્યને મેળવે ત્યારે જ તે રૂપે કરી શકે. હવે જગતમાં જેમ ખેરાકનાં પુદ્ગલ હોવા છતાં અને ખાવા છતાં જે જહરા મજબૂત હેય તે જ તે રાકને મળ અને ધાતુપે પરિણમવે. પણ જઠરા નરમ હેય તે તે ખોરાક રૂપેથી મળરૂપે ન પરિણુમાવે પણ સંગ્રહણુ ગરૂપે પરિણમવે. હવે જીવોને જે તાકાત મળેલી હોય તે તાકાતવડે આકાશમાં રહેલાં બારીક પુદગલોને ગ્રહણ કરી શ્વાસપણે પરિણુમાવી તેને છેડી શકે. આવી તાકાત ધરાવનારા છવો જ શ્વાસોશ્વાસને ગ્રહણ કરી શકે. હવે આવી તાકાત જેને મળેલી હોય તેવા જીવોને નાશ કરીએ અને તેને પાપ ન ગણીએ તે પાપનું સ્થાન જ નથી.
" દસ પ્રકારના પ્રાણે ઝવે પાપનું સ્થાન જ એ છે કે જીવોને મળેલી શક્તિને નાશ કરશે. તેથી કહેવું પડયું કે જગતમાં જે કોઈ શ્વાસને લઈ શકનારા છે તે સર્વ જીવો ગણાય. હવે મનુષ્યમાં પણ કેટલીક વખત આપણે ન દેખીએ તેવો શ્વાસ હોય છે તેમ જે જીવોને શ્વાસ ન દેખી શકીએ તેવાને જીવ વિનાના કહેવાની વાત કરવી તે નકામી છે. આથી સર્વ જીવો શ્વાસને ધારણ કરનારા છે તેથી તે પ્રાણુ કહેવાય. હવે પ્રાણને ધારણ કરવાથી જીવ છે તે પછી સીધે છવ શબ્દ કહોને ? અહીં જે પ્રાણ શબ્દ પ્રથમ વાપરેલ છે તેનું કારણ એ છે કે વૈયાકરણે પ્રાણુ શબ્દથી માત્ર શ્વાસોશ્વાસ લે છે. પણ અહીં બીજી ક્રિયા લેવા માટે એટલે સ્પર્શ, રસ જાણવા માટે જે જુદી ઈન્દ્રિયે છે તે શ્વાસોશ્વાસથી ખબર પડે છે. વિચાર કરવાનું સાધન મન, પ્રવૃત્તિનું સાધન ક્રિયા અને આયુષ્યનું સાધન વચન આવી રીતે દસ પ્રાણે છે.