________________
૧૨૮ :
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન હવે કઈ વસ્તુનું નિરૂપણ કરે છે? હવે સુધર્માસ્વામીજી કઈ વસ્તુ જંબુસ્વામીજી આગળ કહે છે તે અંગે જણાવાશે..
વ્યાખ્યાન : ૩૪ ___सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता न हंतव्वा न अज्जावेयव्वा न परिचित्तव्वा न परियावेयव्वा न उहवेयव्वा, एस धम्मे सुद्धे निइए सासए समिच लोयं खेयण्णेहिं पवेहए (आचा० टी० पृ० १७८) * તીર્થકરને અહિંસાને ઉપદેશ
સ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી જંબુસ્વાજામીજી આગળ આચારાંગસુત્રના ચોથા અધ્યયનની રચના કરતાં થકા આગળ જણાવી ગયા કે હે જબૂ! ભગવાન મહાવીર મહારાજની પાસે મેં પોતે જ સાંભળ્યું છે, હું જે તને કહું છું, તે કણેકણું આવેલ કહેતું નથી પણ સાક્ષાત સાંભળેલું જ કહું છું. હવે પ્રભુ મહાવીરે જે કહેલું છે તે તેમના એલાનું જ વચન છે, એમ નહિ પણ ભૂત કાળમાં જે તીર્થંકરો થયા છે. વર્તમાન કાળમાં વિચરે છે અને ભવિષ્ય કાળમાં જે થવાના, તે સર્વેનું આ કથન છે, અને તે જ કથનને અંગે પ્રભુ વીરે આ પ્રમાણે કહેલ છે. આ ચોથા અધ્યયનમાં સમ્યફત્વને અધિકાર લીધેલ છે. તેમાં મુખ્યતાએ ચારિત્રને અધિકાર છે. આગળ કહી ગયા કે સર્વે પ્રાણીઓ, ભૂત કે જીવોને મારવા નહિ, તેમને દુઃખ દેવું નહિ, પરિતાપ કરવો નહિ. આ સર્વ હકીક્ત ચારિ ત્રના અંગે છે, એમ ગણવા છતાં સમ્યફલની આ હકીકત છે, તેની ખાતરી આગળ થાય છે. '
વકીલ તે માત્ર ફીને ઘરાક * હવે અહીં પ્રભુ વિરે ચેષ્ટાથી કે ઇસારાથી કહેલ નથી, પણ ભાષાવર્ગણના પુલોથી સ્પષ્ટપણે કહેલ છે. હવે વકીલ કેસો લે છે પણ તેમાં વાદીની વાતને પુરવાર-સિદ્ધ કરે, તેમાં નફે કે નુકશાન વાદીને