________________
તેત્રીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
૧૨૭
કહે છે કે બોલવાનું નહિ. માની લો. પ્રશ્ન ન કરાય. આજ્ઞાસિદ્ધ આ ચારે વસ્તુ છે. તેને હેતુયુક્તિધારા ધટાડવા તૈયાર થવું નહિ. અહીં તીર્થકર બોલી ગયા, તેમાં હેતુયુક્તિ ન લગાડવાં એમ નથી. અહીં પ્રભુ વીર કહેનારા, પ્રશ્ન કરનાર પ્રભુ ગીતમસ્વામી, “સે ટ્રે અંતે,” એમ પૂછી શકે અને તેને જવાબ હેતુ, યુક્તિથી સમજાવે. વસ્તુને સાબિત કરવામાં આવે.
દારૂ નિષેધકે કે પીઠના ઉપાસકે? હવે આજકાલ સુધારકને જોઈએ છીએ કે દારૂનિષેધને માટે લાંબા ભાષણો અપાય, સભાઓ ભરાય, હેતુયુક્તિથી નિષેધ માટે કહેવાય. છતાં પોતે જ પીઠા પર જઈ આચરણ કરવા લાગી જાય. અહીં તીર્થંકરો જે કહે તે પોતે પ્રથમ આચરે. હિંસા, જૂઠ, ચેરી આદિને સર્વથા નિષેધ કરેલ હોય અને પાળેલ હોય. આ વાત કયાં સુધી વધી ? લોહખંડા સરખા રોગ, તેજોલેસ્યા જેવા દાહક સંયોગને અંગે થયેલો રોગ, વળી છ માસ સુધી ચાલેલે રોગ, આ રોગ તે લેતું, પત્થર, ઈટ સર્વનો રાખેડે જ બનાવે. હવે તે આગનો વિકાર પણ લેહીબંડારૂપે કરાવનારો અને તે છ માસ સુધી એકધારો રહ્યો. આવી સ્થિતિમાં રેવતી શ્રાવિકાએ કરેલો પાક પિતાના માટે ન કહો. કહો, પ્રભુ વીરની કેવી સ્થિતિ છે ? તે વિચારો ! દુ;ખની સીમા નથી, છતાં શાંતિ માટે આધાકમી નહિ ખપે. આમ કેવલી થવા છતાં પોતે વીતરાગ છે. અમોને કયાં કર્મ લાગવાનાં છે, એમ તીર્થંકરના શાસનમાં ટાંબારાં નથી. પ્રથમ ઉપદેશકની અહીં જવાબદારી છે. ફળ સુધી સંપૂર્ણપણે રહેવું જ જોઈએ, પછી જ બીજાને કહે, એટલે ફળ વિના દેશના ન દે. નિષ્કષાયપણાની જવાબદારી આવ્યા વિના નિષ્કષાયપણની વાત કરી શકાય નહિ. હવે પોતે જવાબદારી ઉઠાવવા તાકાતદાર બને ત્યારે જ દેશના આપે. હવે સર્વકાળના તીર્થકરો વચનથી, હેતુથી બલી જાય છે એમ નહિ પણ આચારમાં મૂકવા, મુકાવવા દ્વારા નિરૂપણ કરે છે