________________
અઠ્ઠાવીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યકત્વ
૭૭
વાનું હોય જ નહિ. પાપ કરતી વખતે જેવો ખબરદાર હોય તેવી જ રીતે ભગવતી વખતે પણ ખબરદાર જ હોવો જોઈએ.
નરકમાં વધારે દુઃખી સમકિતી કે મિથ્યાવી ?
નરકમાં વધારે દુઃખી સમક્તિી કે મિથ્યાત્વી? તે કહે છે કે શરીરની દષ્ટિએ સમક્તિી દુઃખી છે અને મિથ્યાત્વી દુઃખી વધારે, પણ મનની દષ્ટિએ સમકિતી દુઃખી વધારે અને મિથ્યાત્વી દુઃખી ઓ છે. જેમ કેજદાર કોઈ માણસને મારે તેમાં શાહુકાર માણસ મનમાં દુઃખ વેઠે ત્યારે એના સંબંધી બહારથી દુઃખ બતાવે પણ ખરી વેહ્ના તે મનની ગણાય છે. અહીં સમકિતી જીવ હોય તે વિચારે કે મારે માટે જે તરવાનાં સાધન હતાં તેને મેં ડુબાડવા તરીકે લીધાં” આવી દષ્ટિ સમકિતીની હોય. એટલે મનની અપેક્ષાએ એ વધારે દુઃખ ભોગવે. અહીં નારકીને જે વિભંગ કે અવધિજ્ઞાન હોય તેથી તેને પરમાધામી ચાર ગાઉથી મારવા આવે ત્યારથી તેની છાતી ગભરાય. અહીં અનિષ્ટને નિવારવાવાળું જ્ઞાન ન હોય તે તે વેદના વધારે થાય. હવે અનિષ્ટના નિવારણ માટેના ઉપાયો બતાવનારું જ્ઞાન હોય તો તે વેદના ઓછી જોગવવી પડે. - પુદગલની કેદમાં પુરાયેલા આત્માને ઉપદેશ
અનાદિ કાળથી જીવ ભૂપે તરસ્યો રહે તેને વિચાર કરે, પણ આ પુદ્ગલની કેદમાં કે પાંજરામાં કેમ પૂરાયો તેને વિચાર નથી કરતે. પુદ્ગલના પાંજરામાં કેદી તરીકે પુરાયેલો છે તેનું ભાન કરવારૂપ ઉપદેશ તીર્થકર આપે છે. તેથી તીર્થકર કહે છે કે–આ તમારે આત્મા • ભવોભવ ઉત્પન્ન થનાર છે. હવે આવો ઉપદેશ તે જ આપે કે બીજા પણ આપે ખરા ? બીજા પણ આપે ખરા પણ તે શ્રડછાયો લઈને કેવલજ્ઞાનીએ પ્રથમના ભવની ઉત્પત્તિની શંકાનાં સમાધાન કરે. તેથી શ્રોતાઓને જે સમજ આવે અને સંસ્કારે જામે તે જુદાં જ હોય. અહીં વેદ રોગ હહે તેની સાથે દવા આપે તે ઠીક. તેમ અહીં આ આત્માને જન્મ, જરા, મરણદિ રોગો ભવોભવ હેરાન કરી રહ્યા છે.