________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
જ્ઞાનમાં છે. તેવી રીતે ચારિત્રમાં પણ સુંદરપણું સમ્યગ્દર્શને જે કરેલું છે.
' લાડવાની મીઠાશ અને ગોળની મીઠાશ • હવે સમ્યગ્દર્શનમાં સુંદરપણું કોણે કર્યું? તે કહે છે કે સ્વયં તે પિતે સુંદર છતાં બીજાને સુંદર બનાવે છે, તેથી સમ્યગ્દર્શનને સમકિત કહીએ છીએ. ત્રણેમાં સુંદરપણું હોવા છતાં એકલા સમ્યગ્દર્શનને જ સમકિત કેમ કહે છે? હવે લાડવો મીઠે ખરે પણ તે ગોળના પ્રભાવે. હવે ગેળ જે મીઠે તે કોઇના પ્રભાવે નહિ પણ સ્વયં મીઠે છે. તેમ અહીં સમ્યગ્દર્શન સમકિત ખરું, પણ તે પિતાના પ્રભાવે અને જ્ઞાન કે ચારિત્રમાં સમક્તિ છે પણ તે સમ્યગ્દર્શનનું કરેલું છે. અર્થાત સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન કે ચારિત્ર તે મિથ્યાજ્ઞાન કે મિથ્યાચારિત્ર ગણાય. હવે જ્ઞાન કે ચારિત્ર વિનાનું સમ્યગ્દર્શન તે મિથ્યાદર્શન ન ગણાય. આટા અને ઘી વિના કંઈ ગેળની મીઠાશ ન જાય, પણ ગેળ વિના લાડવાની મીઠાશ ચાલી જાય. આટલા માટે સમ્યગ્દર્શન પોતે સમક્તિરૂપ રહે છે અને જ્ઞાન ને ચારિત્રને તે રૂપે બનાવે છે, માટે તેને સમક્તિરૂપે કહે છે.
સમ્યગ્દર્શન વિનાનાં જ્ઞાન, ચારિત્ર, ત૫
હવે તે કેટલું જબરજસ્ત છે તેને અંગે દષ્ટાંત જણવ્યું. વીર સેન અને સૂરસેનના દષ્ટાંતમાં દર્શન વિનાને વીરસેન ચાહે તેટલા જબરજસ્ત હોવા છતાં લડાઈમાં ફસાઈ મર્યો અને જબરજસ્ત ન હોવા છતાં માત્ર દશનવાળો હોવાથી સૂરસેન લડાઈમાં જીત મેળવી શક્યો. માટે કર્મરૂપી સૈન્યને જીતવા માટે માણસે સભ્યશનને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જોઈએ. હવે જેનામાં સમર્શન હેય તેનું જ જ્ઞાન, ક્રિયા ચારિત્ર કે તપ સફળ થાય છે. સમ્યગ્દર્શન વિનાનાં જ્ઞાન, ચારિત્ર કે તપ કંઈ કામ આપતાં નથી.
મોક્ષને આછો ખ્યાલ હવે અહીં કેમ શું ? સૈન્ય શું ? તેને સમુદાય શું ? તેની છત કેવી રીતે ? એ વગેરે સમજાવ્યા વિના તેને જીતવાનો પ્રયત્ન