________________
બત્રીસમું ]
અધ્યયન ૪: સમ્યક્ત્વ
૧૧૩
આવી રીતે અવયવના નાશમાં જઈએ તે નાશ એવી ચીજ નથી.
નાશ એ પણ પદાર્થ આવી માન્યતાવાળ માટે ગણધરને જણાવવું પડ્યું કે નાશ એ પણ પદાર્થ છે. કેવી રીતે ? પરપટ નાશ પામે એટલે પ્રથમ પરપોટ પોલા આકારે હતું તે ગયો અને પાણી તો છે જ. ઉત્પત્તિએ જેમ દ્રવ્યની અવસ્થા છે, તેમ નાશ પણ દ્રવ્યની અવસ્થા છે. હવે ઉત્પત્તિ પણ પ્રથમ પર્યાયના નાશ વિના બને નહિ. આંગળીમાં વાંકા૫ણું તે સીધાપણાના નાશ પછી જ છે. હવે નાશ જે કલ્પિત પદાર્થ હેત તો ઉત્પત્તિ બને જ નહિ. ઉત્પત્તિ એ આકારરૂપ છે અને તે આકારને નાશ તે પણ પદાર્થનું સ્વરૂપ છે. હવે ઘડાને બનાવવામાં દંડ એ કારણ છે, તેમ નાશને માટે પણ કારણ છે તેથી તે પણ વસ્તુ છે. હવે સર્વમાં આગળ જઈએ તે સમગ્ર કર્મને નાશ એનું નામ જ મોક્ષ,
- સંવર, નિર્જરા, મેક્ષ એટલે શું ?
હવે સંર્વર, નિર્જરા એ ચીજ કઈ ? અહીં મેક્ષમાં સર્વ કર્મને નાશ, નિર્જરામાં અલ્પપણે કર્મને નાશ અને સંવરમાં આવતા કર્મનું રોકાવું. આ સર્વેમાં નાશ નામનું તત્ત્વ છે અને તેથી જ મોક્ષાદિ છે. હવે જગતમાં એક પણ પદાર્થ એ નથી કે જે ઉત્પન્ન થતું ન હોય. તેવી જ રીતે એક પણ પદાર્થ એવો નથી કે જેનો નાશ ન હોય. કાળ, આત્મા, આકાશાદિ જે કે નિત્યપણે ગણાતા આ પદાર્થો છે, છતાં તે ઉત્પન્ન અને નાશરૂપ જ છે. વર્ણ, ગંધ, રસ, રૂપપણે, ગુણ અને પર્યાયરૂપે પદાર્થો બધા પલટાય છે. જેમ આકાશ આ આંગળીને અવગાહના દઈ રહેલ છે, તે જાય એટલે તેને નાશ થયો. અહીં આંગળી ઊભી કરી તેથી તે આંગળીના અવગાહના રૂપે પરિણમ્યું. અહીં જે અવગાહ દેવાને સ્વભાવ હતો તે તે રહ્યો, ઘટાકાશ કે મઠાકાશ કહેવાને અવકાશ નથી. અહીં