________________
શ્રીઆચારાંગસૂત્ર ·
ઉત્પન્ન થનારા પદ્મા આરોપિત કે કલ્પિત નથી
!
અહીં તે અંગે નારકીપણા કે તિય ́ચપણાને અ ંગે અધમતા અને દેવ–મનુષ્યના અંગે ઉત્તમતા રહેલી છે. તેથી ઉત્પન્ન થવાના અંગે સંબંધ રહેલા છે. માટે ગણધર મહારાજને કહે છે કે ઉત્પત્તિ જે પદાની થાય તે નાટકિયાની જેમ કલ્પિત કે આરાપિત નથી, પણ વસ્તુ-સ્થિતિ રૂપ છે. માટે આથી જે નિત્યવાદ માનનાર હતા, તેમના ધ્વંસ થયા. બ્રહ્મલેાકમાં કંઈ પણ ઉત્પન્ન થવાનું નહિ, એવો તેમના મગજના વાયરા દૂર કરવા માટે ભગવાને ગણુધરાને જણાવ્યુ કે જગતમાં જે ઉત્પન્ન થનારો પદાર્થ છે તે આરોપિત કે કલ્પિત નથી. હવે કેટલાકે! એમ માનનારા છે કે જે જન્મે તે નાશને જોડે લઈને જ જન્મે-મનુષ્ય જન્મે તે અમુક વર્ષો પછી મરણ પામે. જન્મ સાથે મરણુ જોડેલ છે. ધટની ઉત્પત્તિ સાથે તેના નાશ પણ અમુક મુદત પછી હોય જ. હવે પાણીમાં થયેલા પરપોટા પ્રસંક્ષ વિષયભૂત છે. તે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. હવે જે વસ્તુ પ્રત્યક્ષ હોય તેને અંગે ડાહ્યા માણસથી ના ન જ કહી શકાય. તેનાથી ક્રમ ધટે એવો પ્રશ્ન ન જ કરી શકાય. શું નાશ એટલે અભાવ? અગ્નિ ઠારતા નથી, તે પાણીને પ્રેમ ઠારશે? વળી જે પાણી ખાળતુ નથી તે અગ્નિ કેમ કરશે? આવી શ ંકાના જેવુ એ ગણાય. દુનિયામાં પદાર્થોની શંકા થાય, એ બને પણ હું છું.' એની શકા કોઈને થતી નથી. કારણ પ્રત્યક્ષ તેમજ અનુભવની વસ્તુ છે, માટે એમાં શ’કાને સ્થાન નથી. હવે પરપોટાની ઉત્પત્તિ પ્રત્યક્ષ દેખ્યા પછી માનવી પડે, પણ નાશ એવી કોઇ ચીજ નથી. નાશ એટલે અભાવ. દીવો ઉત્પન્ન કરવા માટે કોડિયુ, દીવેલ, વાટ, સળી આદિ જોઇએ, અને તેના થવા માટે તે ધસીએ એટલે થાય. પણ નાશ કાઈ એવી ચીજ નથી. જો પરપોટા નાશ પામ્યા તા તેને કટકા નથી, અજ વાળું નાશ પામ્યું તે! તેના કંઇ કટકા નથી.
"
૧૧૨
વ્યાખ્યાન