________________
બત્રીસમું ] અધ્યયન ૪: સમ્યકત્ર ૧૧૧ નગમ છે તે સૂત્રધારાએ કર્યું તત્ત્વ ભગવાને કહ્યું, તે હવે જણાવતાં પ્રથમ આત્માના સ્વરૂપ માટે જે રત્નત્રયી જણવી છે તેને અધિકાર અત્રે જણાવશે.
વ્યાખ્યાન: ૩૨ - જીવ સિવાય કે પદાર્થ ઉત્પન્ન રૂપ નથી
- સ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ ભવ્ય
તાજીના ઉપકારને માટે આચારાંગ સૂત્રના સભ્યફવ નામના ચોથા અધ્યયનની ટીકા કરતાં થકા આગળ જણાવી ગયા કે ભગવાન સુધર્માસ્વામી ભગવાન તીર્થંકર મહારાજથી ત્રણ વસ્તુ પામ્યા. હવે નાટકિયે કયું રૂપ ન લે? બહુરૂપી જેમ ઘણું રૂપોને કરે, પણે અંતે મનુષ્ય તે મનુષ્ય જ. તેવી રીતે જગતમાં કાચમાં પડેલા પ્રતિબિંબથી કાચમાં કંઈ પણ અસર ન થાય, ફરક ન જ પડે. હવે જેમ કાચમાં પડેલા પ્રતિબિંબને લીધે ફરક ન પડે, તેમ જગતમાં ચાહે તેવા પદાર્થની ચાહે તેવી અવસ્થા થાય, જીવન અંગે ચાહે તેવી ગતિ થાય, અજીવન અંગે ઠીંકરૂં માટી આદિ થાય પણ તેમાં કંઈ ફેર નથી. હવે ઉત્પત્તિ તે બનાવટી ચીજ કહે કે દ્રવ્યને અંગે છે. હવે જગતમાં જીવોનું ગતિરૂપે ઉત્પન્ન થવું, અજીવનું ઘટાદિ રૂપે ઉત્પન્ન થવું, તે જીવ, અજીવને અંગે લાગુ થયેલ છે. જીવ સિવાય કોઈ પદાર્થ ઉત્પન્ન રૂપ નથી. જીવે કરેલાં કર્મને લીધે જ ઉત્પન્ન થવાય છે. કાચમાં ચાહે તે પ્રતિબિંબ પડે તેથી તે ખુશ કે નાખુશ થવાને નથી. કાચ માન, અપમાન પામવાને નથી. પછી પ્રતિબિંબ રાજાનું કે ગધેડાનું હોય તેની સાથે એને નિસ્બત નથી. હવે કાચ છાયાને ઝડપે છે. કાચમાં રાજાની છબી હોય તે હજાર રૂપિયા અને ગધેડાની છબીવાળા કાચની કિંમત તે વેચવા માગે પણ કશી ન ઉપજે.