________________
૧૧૪
- શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઉત્પત્તિ અને નાશ દરેક પદાર્થમાં રહેલ છે. “આંધળો વણે અને વાછરડું ચરે” તેના જે ઘાટ છે. કારણ કે અહીં ઉત્પન્ન અને નાશ થાય. જેમ દોરડું વધે નહિ અને પદાર્થ રહે જ નહિ, તેમ અહીં જગતમાં એક પણ પદાર્થ રહે નહિ, એટલે ઉત્પત્તિ અને નાશ બે જ પદાર્થો કહું છું તેમ નથી. પણ દરેક પદાર્થ જીવ, અજીવ આદિ કોઈ પણ વસ્તુ પોતે પોતપોતાના સ્વરૂપે સ્થિર જ છે.
- ત્રણ પદ પરથી બારે અંગની રચના • " આ ત્રણ વસ્તુઓ જ્યારે ધ્યાનમાં આવી, ત્યારે ગણધર મહારાજાઓ કે જેઓનું સ્થાન ઉત્તમોત્તમ બુદ્ધિનું છે, એવી ઉત્તમ બુદ્ધિવાળા ગણધર મહારાજાઓનું યૌદ પૂર્વોમાં અનંતગુણવૃદ્ધિ તરીકે સ્થાન છે, આવી બુદ્ધિવાળા ગણધરોએ દરેક પદાર્થને અંગે ઉત્પત્તિ, ધ્રુવ અને નાશ એમ ઉતાર્યા. આ ત્રણ પદથી જ ખરેખર બાર અંગની રચના કરી છે. હવે તે આશ્ચર્ય નહિ લાગે. જગતના દરેક પદાર્થને અંગે આ ત્રણ વસ્તુ વિચારાય, તેં બાર અંગમાં કંઈ નવીને વિશેષતા રહેતી નથી. હવે ભગવાન જિનેશ્વર મહારાજથી ત્રિપદી પામીને જગતના દરેક પદાર્થને અંગે અંતર્મુહૂર્તમાં ગણધર બાર અંગેની રચના કરે. હવે એક સવાલ થશે કે તીર્થંકર ત્રણ પદ કહે અને તેના ઉપર ગણધર બાર અંગ રચે, તેના કરતાં તીર્થકરો સીધા બેલી નાખે તે શું મુખ દુઃખે છે? તીર્થકર મહારાજા અનંતજ્ઞાની અને અનંત વીર્યવાળા છે ને? વાત ખરી, પણ એક વાત ધ્યાનમાં રાખવાની કે પ્રભુની ત્રિપદી માત્ર નીકળે ત્યાં ગણધરે દ્વાદશાંગીને ધારે જ છે. “૩rug વાલિમેરૂ ઘા પુર ઘા” આ ત્રણ પદ નીકળતાં તેની વ્યાપકતા થતાં ગણધર મહારાજાઓને ક્ષયપશમ થાય અને તેઓ
રચના કરે.
.
- સંબંધીના મરણ પછી તેનું શું થશે? - હવે તીર્થકર નામકર્મ અને ગણધરપદ પણ શાથી બંધાય? જેઓ ભવાંતરથી એ માન્યતાવાળા હોય કે આખા જગતને હું એક્ષ