________________
બત્રીસમું . અધ્યયન ૪ઃ સમ્યકૃત્વ
૧૧૫ માર્ગે દે, શા માટે કોઈ મોક્ષમાર્ગથી વંચિત રહે, નિગ્રંથ પ્રવચનમાં કેમ ન જોડાય આવી ભાવનાવાળાઓ તીર્થંકર નામકર્મ ઉપાજે. હવે જેઓની એવી તાકાત ન હોય તેઓ વિચારે કે મારા કુટુંબમાં કે સંબંધમાં જે હોય તે તે આવા ધર્મથી વંચિત ન જ રહે, શાસનમાં જોડાયા વિનાનો ન જ હેય. હવે સંસારમાં કુટુંબોના અંગે આપણા મરણ પછી શું થશે તે વિચારીએ, પણ તેના મરણ પછી તેનું શું થશે એ વિચાર આવતું નથી. આ ભવ પછી આગળના ભવે શું બનશે ? પ્રથમ ભવમાં બાંધેલાં પુણ્યોને ભોગવવા માટે આ અહીં આવેલા છે. કયારામાં વાવેલું તેને છોડવા રૂપ આ ભોગ : ભોગવીએ છીએ. કાર્તિકે ખેતરો ખાલી હેય. નવી ફસલ(સમ) માટે કંઈ ખરું ? તેમ અહીં આ જીવે પુણ્ય કરેલ તેથી આ , હળુકમ છે તેથી તે મારા સંબંધમાં આવ્યો. માટે તેનો આવતો ભવ સુધરે તેવું કંઈ કરવું પડે.
અભયકુમારની આદ્રકમારને ભેટ [ ] અભયકુમારના અંગે વિચાર જેશે તે ખબર પડશે કે અનાર્ય દેવામાં રહેલા આકુમારને બાપને દૂત શ્રેણિક મહારાજ પાસે જાય છે. અહીં આદ્રકુમાર પૂછે છે કે દૂત તું ક્યાં જાય છે? અહીં શ્રેણિક અને મારા પિતાને જબરજસ્ત સંબંધ હોવો જોઈએ. તેથી આ ભટણું લઈને જાય છે, પરંતુ કેળ એ એવી ચીજ છે કે એક વખત ફળ આપે પછી નકામી, પણ આગ્ર વગેરે દર વર્ષે ફળ આપે. અહીં મારે વંશ તે કેળ તરીકે કે આમ્ર તરીકે ? અહીં અમારે અને શ્રેણિકનો સંબંધ આગળ વધે તેવું કંઈ કરવું જોઈએ, એટલે આમ્રવૃક્ષ જેવી સ્થિતિમાં થવું જોઈએ, અહીં દૂતને પૂછે છે કે તું શ્રેણિક પાસે ગયે છે ખરો ?” “હા, ઘણી વખત. ત્યાંના માણસો પણ અહીં આવે છે.” “તેને કોઈ પુત્રાદિ છે?” “હા, છે તે ખરા, ચાર બુદ્ધિને નિધાન અભયકુમાર નામને પુત્ર છે. અહીં આદ્રકુમારે એક ચીજો દૂતને આપીને અભયકુમારને મેક્લી. પિતાના