________________
૧૧૬
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન નામથી મોકલી. ચીજે અભયકુમાર પાસે આવી. હવે દુનિયામાં ચાંલ્લો આવે તેને પ્રસંગ આવે દેવો પડે. તેમ અહીં દૂતે ભેટયું અભયકુમારને આપ્યું, પણ સામે મેકલવું શું ? ખાઈને બેસાય નહિ અને ભેટયું પણું દેવું. અભય વિચારે છે કે હવે ભેટયું તેવું દઉ કે તેને ઉદ્ધાર થાય. આપણે રૂપિયા દીધા અને રૂપિયા લીધા એની જેમ નહિ. અહીં ભેટયું, પરિગ્રહ સંજ્ઞા તે પાપને વધારનારી ચીજ છે. કલ્યાણ તે નિર્મમત્વ કરનારી. ચીજ છે. હવે અહીં ગષભદેવજી મહારાજની રત્નની પ્રતિમા ભરાવીને મોક્લાવી. અહીં રત્ન મેકલ્યાં પણ તે પ્રતિમા રૂપે બનાવી પ્રતિષ્ઠિત કરી એકલી ને સાથે અભયે સંદેશે પણ કહેવડાવ્યો. કારણ ત્યાં અનાર્ય દેશ છે, એટલે મૂર્તિની ખબર ન પડે. અભયકુમારને નિશ્ચય થયો કે પૂર્વભવમાં આરાધના કરતાં, વિરાધના થતાં એ અનાર્ય દેશમાં અનાર્યપણે ઉપજે છે, છતાં મારી સાથે સંબંધ અને મૈત્રીભાવના એ બતાવે છે કે જરૂર પૂર્વભવને સંબંધ હશે.
પૂર્વભવના સંસ્કારનું ખેંચાણ જગતમાં દેખીએ છીએ કે જ્ઞાતિમાં હજારે કન્યાઓ અને હજારે છોકરાઓ છતાં અમુક કન્યા માટે અમુક જ છોકરો પસંદ પડે. તેનું કારણ શું ? કહે કે પૂર્વભવના સંસ્કારે જ ખેંચે છે. અહીં મારી સાથે જે સંબંધ કરવા માગે છે, તે જરૂર સંબંધવાળે અને સારે જીવ હશે. આ વિચાર અભયકુમાર કરે છે. અહીં ખરેખર ધર્મ પમાડવાવાળો જીવ આવો વિચાર કરે છે. આ ભરોસે રાખીને કહે છે કે મારી સાથે સંબંધ બાંધનારે જીવ નજીકમાં મેક્ષે જનારે જોઈએ. તેવા કારણના યોગે ત્યાં અનાર્યમાં ઉપજે છે. હવે કારણ મળે તે અવશ્ય છૂટી આર્યમાં આવી; આગળ વધી, નજીકમાં જ મોક્ષે જાય. અહીં આરંભ સમારંભમાં રાચેલા આ અભયકુમાર છે, દીક્ષિત નથી, છતાં આવી ઉચ્ચ ભાવના કરે છે. હવે દૂતને રત્નની ભરાવેલી